આજે પણ જ્યારે રોકાણની વાત કરવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટની ભલામણ કરે છે. રોકાણની દ્રષ્ટિએ એફડી એક વધુ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે, કારણકે તેમા ગેરેન્ટી સાથે વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત સેવિંગ એકાઉન્ટ કરતા વધારે વળતર મળે છે. ઘણી બેંકો સિનિયર સિટિઝન્સને વિશેષ એફડી યોજના આપે છે.
યસ બેંક (Yes Bank)અને ડીસીબી બેંક (DCB Bank) જે વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષમાં પાકતી એફડી પર સારું વળતર આપે છે. આ બંને બેંકોની-વર્ષની એફડીનો વ્યાજ દર આકર્ષક છે. નાની બેંકો મોટી બેંકો કરતાં ગ્રાહકોને એફડી પર વધુ વ્યાજ ચૂકવે છે.
કોરોના રસી પછી જો કોઇ બીમાર પડે તો હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે આ કંપની
![]()
3 વર્ષના એફડી પર વધું વ્યાજ ચુકવે છે બેંક
યસ બેંક સિનિયર સિટિઝન્સને 3 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7.50% વ્યાજ આપી રહી છે. એટલે કે, જો તમે યસ બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરશો, તો 3 વર્ષમાં આ રકમ 1,24,792 રૂપિયા થઈ જશે. ડીસીબી બેંક 3-વર્ષના એફડી પર 7.25 ટકા વ્યાજ ચૂકવે છે. એટલે કે, વરિષ્ઠ નાગરિકોએ 1 લાખ રુપિયા જમા કરાવવા પર 3 વર્ષમાં 1,24,055 રૂપિયા મળશે.
આરબીએલ બેંક 3 વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર સિનિયર સિટિઝન્સને 7.10% વ્યાજ આપી રહી છે. ઇન્ડસઇન્ડ બેન્ક 7 ટકા, બંધન બેંક 6.25 ટકા વ્યાજ આપે છે. કેનેરા બેંક 6 ટકા, યુનિયન બેંક 6 ટકા, બેંક ઓફ ઇન્ડિયા 5.80 ટકા, એસબીઆઈ 5.80 ટકા અને પંજાબ અને સિંધ બેંક 5.75 ટકા 3 વ્યાજ આપે છે.
