Not Set/ એક તરફી પ્રેમ બન્યો ક્રુર, યુવતીના ઘરે જઈ કરી કરુણ હત્યા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે દિવસ પહેલા યુવતીની હત્યાને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે આ હત્યાના પડઘા ગાંધીનગર  સુધી પડ્યાં છે.

Gujarat Rajkot

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે દિવસ પહેલા યુવતીની હત્યાને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે આ હત્યાના પડઘા ગાંધીનગર  સુધી પડ્યાં છે.

  • એક તરફી પ્રેમમાં પ્રેમીએ કરી હત્યા
  • છરીના ઘા મારી પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ
  • હત્યાના પડઘા પડ્યા ગાંધીનગર સુધી

જેતપુર તાલુકામાં પટેલ યુવતીની સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ  રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના  ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે  મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. પ્રેમી દ્વારા અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરતા જેતલસર ગામ સજ્જડ  બંધ રાખી ન્યાયની માગ કરવામાં આવી.  ગામના લોકો સ્વયંભૂ એકઠા થઈ ન્યાયની માગ કરી હતી.

16 વર્ષ ની યુવતી શ્રુષ્ટિ રૈયાણી ની ચકચારી હત્યા ના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા, ગુજરાત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા એ  જેતલસર  ગામ માં જઈ ને મૃતક શ્રુષ્ટિ રૈયાણી ના પરિવાર ને ઘરે ગયા હતા સાથે શ્રુષ્ટિ રૈયાણી ને શ્રદ્ધાંજલિ આપી હતી.  અને તેના પરિવાર ને શાંતવના  આપી હતી, સાથે આ હત્યા ને સખત શબ્દો માં વખોડી કાઢી હતી.

એક તરફી પ્રેમમાં ગુસ્સામાં પાગલ બનેલ જયેશે કઈ જોયા વગર શ્રુષ્ટિને પીઠ, છાતી અને પેટના ભાગે 28 જેટલા છરી ન ઘા માર્યા હતા. શ્રુષ્ટિને  મારી ગયા પછી પણ પેટના ભાગે છરી ના ઘા મારવાનું ચાલુ રાખ્યું હતું. જો કે પોલીસે આ પાગલ પ્રેમીની ગણતરીના કલાકોમાં જ તેને જેલના  હવાલે કરી નાખ્યો હતો. ત્યારે હવે લોકોની માગ છે કે જયેશને કડકમાં કડક સજા થાય જેથે કરી ફરીવાર કોઈ પણ પાગલ પ્રેમી આવુ પગલું ભરતા  પહેલો સો વાર વિચાર કરે.