ભારતમાં BMW સેડાન કાર, ઓલ ન્યૂ BMW M340iની કિંમત 62.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. કંપની આ વાહનના ફક્ત મર્યાદિત એકમોનું વેચાણ કરી રહી છે, આ કારનું ઉત્પાદન ભારતમાં લોકોલ લેવલ પર કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો આ લક્ઝરી કારને 1 લાખ રૂપિયા આપીને બૂક કરાવી શકે છે. કાર બૂક કરાવનારા પહેલા 40 ગ્રાહકોને ભારતના લોકપ્રિય રેસટ્રેકમાં ક્યુરેટ ડ્રાઇવર ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમને તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

BMW M340i એક -ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ સાથે હૂડ હેઠળની સૌથી ઝડપી કાર છે જે 3.0 લિટર, 6 સિલિન્ડર એન્જિન સાથે આવે છે. તેનું એન્જિન 387 બીએચપી પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર ફક્ત 4.4 સેકન્ડમાં ટ્રિપલ ડિઝિટ-સ્પીડ પકડવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં અન્ય કારની સરખામણીમાં આ કાર વધુ ઝડપી છે. એન્જિનને પેડલ શિફ્ટર્સ સાથે આઠ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન માટે રાખવામાં આવે છે.

આ કારમાં ખાસ શું છે
આ કારમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત ડમ્પર સાથે એડોપ્ટિવ એમ સસ્પેન્શન રાઇડિંગ અને હેન્ડલિંગનો કોમ્બો છે.
એમ-સ્પેસિફિક ચેસીસ ટ્યુનિંગ, બીએમડબ્લ્યુ એક્સડ્રાઈવ ઓલ-વ્હીલ ડ્રાઇવ અને એમ સ્પોર્ટ રીયર પણ ટ્રેક અને રસ્તાઓ પર શાનદાર પ્રદર્શન આપે છે.

બાહ્ય પર નવી BMW M340iમાં ક્રોમ બેઝલ્સ, શાર્પ હેડલાઇટ સાથે નવી ગ્રિલ નજર આવે છે.
આ કાર 18 ઇંચના પૈડાં સાથે આવે છે જેને 19 ઇંચના વિકલ્પ સાથે પણ અપગ્રેડ કરી શકાય છે. તેમાં ડ્યુઅલ આઉટલેટ્સ સાથે એલઇડી ટેલલાઇટ્સ સેટ પણ છે.
નવી BMW M340iના કેબિનમાં 3 સિરીઝ સેડાન અને કેટલાક નવા અપડેટ્સ પણ મળે છે. તેમાં કનેક્ટિવિચી ટેક્નોલોજી સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન છે, જેમાં સનરૂફથી લઇને 12.3-ઇંચની ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે.
તેમા ઓટોમેટિક ક્લાઇમેટ કંન્ટ્રોલ, એમ્બિયેન્ટ લાઇટિંગ, મોટુ સ્ટોરેજ અને ડિમિંગ રીયર-વ્યૂ મિરર પણ મળે છે.
આ કારમાં કનેક્ટેડ પેકેજ પ્લસ સાથે 8.8 ઇંચની કંન્ટ્રોલ ડિસ્પેલે પણ સામેલ છે, જેમાં રીયલ-ટાઇમ ટ્રાફિક માહિતી પણ સામેલ છે.
