બિઝનેસ/ 1 લાખ રુપિયામાં બૂક કરો BMWની આ શાનદાર કાર, કંપની ફ્રી માં આપી રહી છે ડ્રાઇવિંગ ટ્રેનિંગ

ભારતમાં BMW સેડાન કાર, ઓલ ન્યૂ BMW M340iની કિંમત 62.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. કંપની આ વાહનના ફક્ત મર્યાદિત એકમોનું વેચાણ કરી રહી છે, આ કારનું ઉત્પાદન ભારતમાં લોકોલ લેવલ પર કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો આ લક્ઝરી કારને 1 લાખ રૂપિયા આપીને બૂક કરાવી શકે છે. કાર બૂક કરાવનારા પહેલા 40 ગ્રાહકોને ભારતના […]

Business

ભારતમાં BMW સેડાન કાર, ઓલ ન્યૂ BMW M340iની કિંમત 62.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. કંપની આ વાહનના ફક્ત મર્યાદિત એકમોનું વેચાણ કરી રહી છે, આ કારનું ઉત્પાદન ભારતમાં લોકોલ લેવલ પર કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો આ લક્ઝરી કારને 1 લાખ રૂપિયા આપીને બૂક કરાવી શકે છે. કાર બૂક કરાવનારા પહેલા 40 ગ્રાહકોને ભારતના લોકપ્રિય રેસટ્રેકમાં ક્યુરેટ ડ્રાઇવર ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમને તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

6 Wallpaper Bmw M340i 2020 | Bmw, Car, Bmw s

BMW M340i એક -ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ સાથે હૂડ હેઠળની સૌથી ઝડપી કાર છે જે 3.0 લિટર, 6 સિલિન્ડર એન્જિન સાથે આવે છે. તેનું એન્જિન 387 બીએચપી પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર ફક્ત 4.4 સેકન્ડમાં ટ્રિપલ ડિઝિટ-સ્પીડ પકડવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં અન્ય કારની સરખામણીમાં આ કાર વધુ ઝડપી છે. એન્જિનને પેડલ શિફ્ટર્સ સાથે આઠ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન માટે રાખવામાં આવે છે.

BMW M340i xDrive's bookings now open in India: Details here | NewsBytes

આ કારમાં ખાસ શું છે
આ કારમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત ડમ્પર સાથે એડોપ્ટિવ એમ સસ્પેન્શન રાઇડિંગ અને હેન્ડલિંગનો કોમ્બો છે.
એમ-સ્પેસિફિક ચેસીસ ટ્યુનિંગ, બીએમડબ્લ્યુ એક્સડ્રાઈવ ઓલ-વ્હીલ ડ્રાઇવ અને એમ સ્પોર્ટ રીયર પણ ટ્રેક અને રસ્તાઓ પર શાનદાર પ્રદર્શન આપે છે.

2020 BMW M340i Sedan review: A dash of M makes everything better | Vologon  Solutions
બાહ્ય પર નવી BMW M340iમાં ક્રોમ બેઝલ્સ, શાર્પ હેડલાઇટ સાથે નવી ગ્રિલ નજર આવે છે.
આ કાર 18 ઇંચના પૈડાં સાથે આવે છે જેને 19 ઇંચના વિકલ્પ સાથે પણ અપગ્રેડ કરી શકાય છે. તેમાં ડ્યુઅલ આઉટલેટ્સ સાથે એલઇડી ટેલલાઇટ્સ સેટ પણ છે.
નવી BMW M340iના કેબિનમાં 3 સિરીઝ સેડાન અને કેટલાક નવા અપડેટ્સ પણ મળે છે. તેમાં કનેક્ટિવિચી ટેક્નોલોજી સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન છે, જેમાં સનરૂફથી લઇને 12.3-ઇંચની ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે.
તેમા ઓટોમેટિક ક્લાઇમેટ કંન્ટ્રોલ, એમ્બિયેન્ટ લાઇટિંગ, મોટુ સ્ટોરેજ અને ડિમિંગ રીયર-વ્યૂ મિરર પણ મળે છે.
આ કારમાં કનેક્ટેડ પેકેજ પ્લસ સાથે 8.8 ઇંચની કંન્ટ્રોલ ડિસ્પેલે પણ સામેલ છે, જેમાં રીયલ-ટાઇમ ટ્રાફિક માહિતી પણ સામેલ છે.