World Water Day/ પાણીનાં મહત્વને સમજાવવા દર વર્ષે 22 માર્ચે ઉજવાય છે આ ખાસ દિવસ

આજે વિશ્વ જળ દિવસ છે. જળ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. જો કે હાલમાં જળ વિશે નહી પણ કોરોના વિશે વાર્તાલાભ કરતા લોકો તમને વધુ મળશે.

Top Stories Trending

આજે વિશ્વ જળ દિવસ છે. જળ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. જો કે હાલમાં જળ વિશે નહી પણ કોરોના વિશે વાર્તાલાભ કરતા લોકો તમને વધુ મળશે. જણાવી દઇએ કે, કોરોનાનાં સંકટને ટાળવા માટે સમગ્ર વિશ્વ આજે સંપૂર્ણ તાકાત લગાવી રહ્યુ છે. જો કે જળ સંકટ પણ આગામી દિવસોમાં સૌથી મોટું સંકટ બનીને સામે આવે તો નવાઇ નથી.

અમદાવાદ / કોરોનાનાં વધતા કેસને જોતા જમાલપુર શાકમાર્કેટમાં આજથી ઓડ-ઇવન નિયમ લાગુ

પાણી બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પાણી જ જીવન છે. પાણી કોઈ એક વ્યક્તિ કોઈ એક દેશ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. આ ફક્ત મનુષ્ય માટે જ નહીં, દરેક પ્રાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે પાણીનાં સંકટને અવગણીશું, તો આવતા કેટલાક વર્ષોમાં તે કોરોના જેવું જીવલેણ બનીને સામે આવી શકે છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અંધાધૂંધી ફેલાઇ જશે, અને પાણીનાં સંકટને ટાળવાનો બીજો કોઈ રસ્તો રહેશે નહીં. સમય પહેલા આ સંકટ અંગે સાવચેત રહેવું જરૂરી છે. તેનાથી અત્યારે જ લડવું અને તેનાથી બચવા માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. નહીં તો આપણે બધા પાણીનાં એક ટીપા માટે તરસી જઇશું. તો હવેથી પાણી બચાવવાનું શરૂ કરો અને વિશ્વ જળ દિવસની ઉજવણી કરો.

Cricket / સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

કેમ ઉજવાય છે World Water Day

વિશ્વ જળ દિવસની ઉજવણી માટેની પહેલી પહેલ 1992 માં પર્યાવરણ અને વિકાસનાં સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બ્રાઝિલનાં રિયો ડી જેનેરિયોમાં કરવામાં આવી હતી. 22 ડિસેમ્બર 1992 નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરીને ઠરાવ કરવામાં આવ્યો હતો. વિશ્વ જળ દિવસ પ્રથમ વખત 22 માર્ચ, 1993 નાં રોજ યોજાયો હતો. 1993 માં, સંયુક્ત રાષ્ટ્રએ તેની સામાન્ય સભામાં નિર્ણય લીધો અને 22 માર્ચે વિશ્વ જળ દિવસની વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી. આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને શુદ્ધ પીવાલાયક પાણીનાં મહત્વથી જાગૃત કરવાનો હતો.

જાહેરાત / ભાજપનાં SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન?

World Water Day 2021 ની થીમ શું છે?

વિશ્વ જળ દિવસની ઉજવણી માટે દરવર્ષે યુએન તરફથી અલગ-અલગ થીમ આપવામા આવે છે. વર્ષ 2021 માટેનાં વોટર ડેની થીમ ‘પાણીનું મૂલ્ય’ છે. પાણીનું મૂલ્ય રાખવાનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં લોકો પીવાનાં પાણીનાં મહત્વને સમજે. પાણીનો જુદી જુદી રીતે બચાવ કરે. વિશ્વનાં ઘણા દેશો એવા છે જ્યાં પીવાનું પાણી નથી. ત્યારે જરૂરી છે કે, આ સંદેશ મારફતે દુનિયાનાં અલગ-અલગ દેશ સમજે કે જે પાણીને તેઓ વેળફી રહ્યા છો, તે કેટલુ કિંમતી છે.

જમ્મુ-કાશ્મીર / શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 3 આતંકી ઠાર

પૃથ્વીનું માત્ર એક ટકા પાણી જ પીવાલાયક છે

આપને જણાવી દઇએ કે, પૃથ્વીનો લગભગ 3/4 ભાગ પાણીથી ભરેલો છે. પરંતુ તેમાંથી માત્ર ત્રણ ટકા જ પીવાલાયક છે. ત્રણ ટકામાંથી બે ટકા બરફ અને હિમનદીનાં સ્વરૂપમાં છે. આવી સ્થિતિમાં, પાણીને પીવા માટે માત્ર એક ટકા પાણી જ યોગ્ય છે. તમે એ કવિતા તો સાંભળી જ હશે કે “જળ છે તો કાલ છે.” તેમ છતા, પાણી બિનજરૂરી રીતે બગાડવામાં આવી રહ્યુ છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે જળ સંકટનો ઉકેલ પાણીનાં સંગ્રહ દ્વારા છે. પાણી વિના, સોનેરી આવતી કાલની કલ્પના કરી શકાય તેમ નથી, જીવનનાં તમામ કાર્યો કરવા માટે પાણીની આવશ્યકતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…