નિવેદન/ વધુ એક વખત દેશમુખનો બચાવ કરતા નજરે પડ્યા પવાર, જણાવ્યું રાજીનામાનો કોઈ સવાલ નથી

ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવ માટે આગળ આવ્યા છે. આજે પ્રેસકોનફરન્સ અંતર્ગત તેમણે ખુલાસો કર્યો હતો કે 5 થી 15 ફેબ્રુઆરી સુધી ગૃહ મંત્રી કોરોના સંક્રમિત થયા હતા

India

ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવ માટે આગળ આવ્યા છે. આજે પ્રેસકોનફરન્સ અંતર્ગત તેમણે ખુલાસો કર્યો હતો કે 5 થી 15 ફેબ્રુઆરી સુધી ગૃહ મંત્રી કોરોના સંક્રમિત થયા હતા જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. રાજકીય વર્તુળો દ્વારા મહારાષ્ટ્ર નવા મુખ્યમંત્રી મળશે તેવી અટકળો કરવામાં આવી રહી હતી તેના પર સવારે ખુલાસો કરતાં કર્યો હતો કે ગૃહ મંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધના મુંબઈના પોલીસ કમિશનર પરમવીરસિંહ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપોને રદીયો આપ્યો હતો.

એનસીપી નેતા શરદ પવાર એક વખત ફરીથી બચાવ કરતા નજરે પડ્યા હતા તેમજ તેઓ એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી બાબતે શું નિર્ણય લેવામાં આવશે ? આ બાબતે તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું હતું કે દેશમુખના રાજીનામાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી તેમણે જણાવ્યું હતું કે અન્ય દેશમાં પર લગાવવામાં આવેલા આરોપમાં કોઈ દમ નથી.

વધુમાં જણાવ્યું હતું કે આરોપ લગાવી અને તેમને સત્ય મુદ્દાઓ પરથી ભટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ માટે ફેબ્રુઆરીમાં અને દેશમુખ અને વઝે સાથે વાતચીત થઈ હતી તે તથ્ય બિલકુલ ખોટું છે. સવારે વધુમાં અને દેશમુખનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં તો વઝે અને દેશમુખની વચ્ચે કોઈ વાતચીત થઇ નથી.

આ પહેલા તેઓએ જણાવ્યું હતું કે આ આરોપો અંગે ઉંડી તપાસ થવી જરૂરી છે. તેઓએ સંકેત આપ્યા હતા કે મુખ્યમંત્રી દેશમુખ મામલે તુરંતજ કોઈ નિર્ણય લેશે.તેઓએ જણાવ્યું હતું કે ન તો મુખ્યમંત્રી અને ન રાજ્ય ગૃહ મંત્રી છેલ્લા એક વર્ષ પોલીસ બળમાં પોલીસ અધિકારી સચિન વઝેની ફરીથી નિયુક્તિ માટે જવાબદાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંહના પત્ર વિશે તેમણે ઠાકરે સાથે વાતચીત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સુચન આપીશ કે આ કેસની તપાસ પૂર્વ આઈપીએસ અધિકારી જુલિયો રિબેરોની મદદ લેવામાં આવે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…