Not Set/ સુરતના હરિપુરામાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનાર લૂંટારું ઝડપાયો, રૂ.4.20 લાખ કબ્જે

હરિપુરમાં આંગડિયા પેઢીનાં કર્મચારીને આંતરીને 4 લૂંટારુઓ રોકડ રકમની ચોરી કરી ગયા હતા

Gujarat Surat

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત

શહેરના હરિપુરા વિસ્તારમાં આંગડિયા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાવામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ છે. હરિપુરમાં આંગડિયા પેઢીનાં કર્મચારીને આંતરીને 4 લૂંટારુઓ રોકડ રકમની ચોરી કરી ગયા હતા.  આ કેસની તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસે અમિત નામના એક આરોપીની ધરપકડ કરી છે.

આ આંગડિયા લૂંટમાં કુલ 4 આરોપીઓ સામેલ હતા. પોલીસે ઝડપાયેલા આરોપી અમિત પાસેથી લૂંટના રૂપિયા  4.20 લાખ અને બાઇક પણ કબ્જે કરી છે. એટલું જ નહીં આરોપી અમિત પાસેથી લોડેડ પીસ્ટલ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ચોકવનારી કબૂલાત કરી હતી. આરોપીએ મુંબઇ અને ઔરંગાબાદમાં પણ લૂંટને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું છે.

જોકે સુરત હરિપુરાની લૂંટમાં સામેલ અન્ય આરોપીઓ તેમજ શેખર બિશ્નોઇની સંડોવણી ખુલી છે. ક્રાઈમ બ્રાન્ચે તમામ ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.