Not Set/ કૃત્રિમ ગર્ભથી પેદા કર્યા ઉંદર, તો શું હવે માણસો પર છે નજર?

આજે દુનિયામાં એક માત્ર માણસ એવો જીવ છે જેણે જે ઇચ્છા રાખી તે કરીને બતાવ્યુ છે. હવે માણસે કુદરતને પણ ચેલેન્જ કરવાનુ શરૂ કરી દીધુ છે.

Trending

આજે દુનિયામાં એક માત્ર માણસ એવો જીવ છે જેણે જે ઇચ્છા રાખી તે કરીને બતાવ્યુ છે. હવે માણસે કુદરતને પણ ચેલેન્જ કરવાનુ શરૂ કરી દીધુ છે. જી હા, ઇઝરાઇલનાં વૈજ્ઞાનિકોએ એક દાવો કર્યો છે કે, તેમણે અત્યાર સુધીની સૌથી મોટી શોધ કરી છે.

કેન્દ્ર સરકારને રાહત / ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

વિજમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેઓએ કૃત્રિમ ગર્ભાશયમાં ઉંદરનું પ્રજનન કરાવ્યુ છે. એટલે કે ગર્ભ ધારણ કર્યા વિના ઉંદરનું પ્રજનન કરાવવામાં આવ્યુ છે. ભવિષ્યમાં, આ ટેકનીક માણસો માટે પણ કામ કરી શકે છે. કારણ કે માણસોમાં બાળકને જન્મ આપવા માટે પુરુષ તો માત્ર એક કોશિકા જ આપે છે, પરંતુ મહિલા બાળકને 9 મહિના ગર્ભમાં રાખે છે. ગર્ભવતી હોવાના કારણે તેઓ તેમના આરોગ્ય અને કારકિર્દીને પણ જોખમમાં મૂકી દેતી હોય છે.

કોરોના બાદ ગરમી: રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન

વિજમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનાં વૈજ્ઞાનિકોએ Fertilised Eggs ને એક કાચની શીશીઓમાં રાખ્યા. તેમને વેન્ટિલેટેડ ઇનક્યૂબેટરમાં ફેરવતા રહ્યા. 11 દિવસ પછી, તે ગર્ભ બની ગયા. આ ઉંદરની ગર્ભાવસ્થાનો મધ્યનો ભાગ છે. બધા ગર્ભનો યોગ્ય વિકાસ થયો છે. તેનું હૃદય પણ કાચની શીશીઓ દ્વારા દેખાતું હતું. તેનું હૃદય પ્રતિ મિનિટ 170 વખત ધબકતું હતું. વિજમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, હાલમાં અમે મનુષ્ય સાથે આવું કરવાથી એક પગથિયુ દૂર છીએ. ગર્ભધારણની પ્રક્રિયામાં કામનું વિભાજન દરેક જીવોમાં અસંતુલિત છે. મનુષ્ય વિશે વાત કરવામાં આવે તો માણસ ફક્ત એક કોષ આપીને અલગ થઈ જાય છે. જ્યારે તે કોષ વિકસિત કરવાનું કામ સ્ત્રીનું હોય છે. એટલે કે, ગર્ભવતી બનતી વખતે સ્ત્રીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

OMG! / મહિલાને હતી કફની સમસ્યા, તપાસ કરી તો ફેંફસામાંથી નિકળ્યું કોન્ડોમ

ઘણી વખત મહિલાઓએ પોતાનું સ્વાસ્થ્ય અને કારકિર્દીને પણ દાવ પર લગાવુ પડે છે. પરંતુ કૃત્રિમ ગર્ભને લીધે, પ્રજનન પ્રક્રિયા સ્ત્રીની પીડા અને વેદનાને ઘટાડી દેશે. એટલે કે, ગર્ભની પ્રક્રિયામાં મહિલાઓ પણ પુરુષોની સમાન ભાગીદારી હોવી જોઈએ. કૃત્રિમ ગર્ભાશયની શોધ પરંપરાગત માન્યતાઓની વિરુદ્ધ છે પરંતુ તે વિશ્વની ઘણી સ્ત્રીઓને વિવિધ પ્રકારની વેદનાથી મુક્ત કરી શકે છે.

OMG! / 12માં માળેથી નીચે પડી ગયું 5 વર્ષનું બાળક, પરંતુ આ કારણથી બચી ગયો જીવ, જાણો અહીં…

લેબમાં બાળકો પેદા કરવાનો પ્રયાસ ઘણા દાયકાઓથી ચાલી રહ્યો છે. 1992 માં, જાપાની સંશોધનકારોને રબર બેગમાં બકરીઓ વિકસાવવામાં થોડી સફળતા મળી હતી. ત્યારબાદ, 2017 માં, ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ (સીએચઓપી) એ ખુલાસો કર્યોં કે તેણે પ્લાસ્ટિકની થેલીઓમાં ઘેટાનાં ગર્ભને વિકસિત કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ