અમદાવાદમાં આવેલી CIMS હોસ્પિટલ પર સવાલ ઉઠી રહ્યાં છે ત્યારે મૃત મહિલાની 20 દિવસ સુધી સારવાર કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળેલ માહિતી પ્રમાણે સરવારના 23માં દિવસે દર્દીનું મોત થઈ ગયું હતું તેમ છતાં દર્દીની સારવાર કરાઈ હતી અને મૃત મહિલાના પરિવારજનો પાસેથી 31 લાખ રૂપિયાનું બીલ વસુલવામાં આેવ્યું હતું.
આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે સવાલ થાય કે સરકાર કેમ આવી ખાનગી હોસ્પિટલો ઉપર નિયમન નથી રાખતી. બેફામ લુંટ ચલાવતી ખાનગી હોસ્પિટલ વિરૂદ્ધ કેમ પગલા લેવામાં નથી આવતાં ?
