ભારત વિરુદ્ધની ત્રીજી વનડેમાં બેન સ્ટોક્સે 39 બોલમાં 35 રન બનાવ્યા હતા અને ટી.નટરાજનની બોલ પર તે કેચ આઉટ થયો હતો. જ્યારે સ્ટોક્સ આઉટ થયો હતો ત્યારે હાર્દિક પંડ્યાની ખુશી જોવા લાયક બની હતી. તેણે સ્ટોક્સનાં આઉટ થયા બાદ કઇંક એવુ કર્યુ કે સૌ કોઇ ચોંકી ગયા હતા.

IND vs ENG / 95 રન બનાવીને પણ ઈંગ્લેેન્ડને જીત ન અપાવી શક્યો, સેમ કરને જણાવ્યું આ કારણ
આપને જણાવી દઇએ કે, જ્યારે સ્ટોક્સ આઉટ થયો ત્યારે હાર્દિક પંડ્યાએ મેદાન પર હાથ જોડીને પ્રણામ કર્યુ અને તમામ સાથી ખેલાડીઓની માફી માંગી હતી. હાર્દિકે કરેલું આ કાર્ય ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો પણ આકરી ટિપ્પણી કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા હાર્દિકે સ્ટોક્સનો એક આસાન કેચ છોડી દીધો હતો, ત્યારબાદ ભારતીય ખેલાડીઓ ખૂબ ગુસ્સે અને નિરાશ દેખાઈ રહ્યા હતા. જ્યારે હાર્દિકે સ્ટોક્સનો કેચ છોડ્યો ત્યારે તે સમયે તે 15 રને બેટિંગ કરી રહ્યો હતો.

IND vs ENG / કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે
ટીમનો સૌથી ફીટ કહેવાતો હાર્દિક પંડ્યા જ્યારે આ રીતે કેચ છોડે ત્યારે આશ્ચર્ય થવુ વ્યાજબી જ છે. રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી પણ ચોંકી ઉઠ્યા હતા જ્યારે હાર્દિકે સ્ટોક્સનો કેચ છોડી દીધો હતો. કોઈને માનવામાં આવી રહ્યુ નહોતુ કે હાર્દિક દ્વારા એક કેચ પણ છૂટી શકે. આવી સ્થિતિમાં, જ્યારે સ્ટોક્સ ટી નટરાજનની 11 મી ઓવરમાં આઉટ થયો હતો, ત્યારે હાર્દિકે મેદાન પર પ્રણામ કરી અને બધા સાથી ખેલાડીઓની હાથ જોડીને માફી માંગી હતી. આ દ્રશ્ય ખૂબ જ ફની બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ સ્ટોક્સ સિવાય સેમ કરનનો પણ કેચ છોડ્યો હતો અને તેને મળેલા આ જીવનદાનનો તેણે કેવો ઉપયોગ કર્યો તે આજે દરેક જાણે છે. જો અંતિમ ઓવરો ટાઇટ ન નાખવામાં આવી હોત તો આજે ઈંગ્લેન્ડ આ સિરીઝ અને ટ્રોફી જીતી ગયુ હોત.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
