કેંદ્ર સરકાર તરફથી ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવશે. તો 31 માર્ચથી શરૂ થનારી હજીરાથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસ કેવી રીતે માણી શકશે ગુજરાતીઓ?. શું છે તેની વિશેષતા?. શું છે ક્રૂઝ સેવાની ખાસિયત?.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે ઈ-લોકાર્પણ
‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ ફેરીને પણ શાનદાર પ્રતિસાદ
ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રી મોદીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો. સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

સમુદ્રનાં બાદશાહની ખાસિયત
આ ક્રુઝમાં છે અતિ આધુનિક સેવાઓ
ગેમીંગ, VIP લોન્જ સહિતની સુવિધાઓ
300 પેસેન્જરની કેપેસીટી ધરાવે છે આ ક્રુઝ
અઠવાડીયામાં બે રાઉન્ડ ટ્રીપ થશે
સોમવાર અને બુધવારે હજીરાથી ઉપડશે ક્રુઝ
300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રુઝ એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે. તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણયથી હવે ક્રૂઝની મજા ગુજરાતવાસીઓ માણી શકશે જેથી સમય પણ બચશે અને પર્યટનક્ષેત્ર સહિત વેપારનો વિકાસ થશે.
