News/ લો બોલો..ચાંદખેડા વિસ્તારમાં SMS હોસ્પિટલની બીયુ પરમિશન જ નથી!!!

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ એએમસીને ટકોર કરીને આદેશ આપ્યો હતો કે, અમદાવાદના 151 ખાનગી હોસ્પ્ટિલમાંથી જે હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોય તેવા હોસ્પ્ટિલની સામે નોટિસ કાઢીને કાર્યવાહી કરવામાં આવે અને તેવા હોસ્પિટલમાં નવા કોવીડ પેશન્ટને એડમિટ ન કરવામાં આવે. હાઇકોર્ટના આદેશને 24 કલાક પણ થયો નથી ને ત્યાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં SMS નામના ખાનગી હોસ્પિટલની […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ એએમસીને ટકોર કરીને આદેશ આપ્યો હતો કે, અમદાવાદના 151 ખાનગી હોસ્પ્ટિલમાંથી જે હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોય તેવા હોસ્પ્ટિલની સામે નોટિસ કાઢીને કાર્યવાહી કરવામાં આવે અને તેવા હોસ્પિટલમાં નવા કોવીડ પેશન્ટને એડમિટ ન કરવામાં આવે. હાઇકોર્ટના આદેશને 24 કલાક પણ થયો નથી ને ત્યાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં SMS નામના ખાનગી હોસ્પિટલની લાલીયાવાડી સામને આવી છે.

ચાંદખેડા વિસ્તારમાં SMS હોસ્પિટલની બીયુ પરમિશન જ નથી તેવા અહેવાલો સામને આવ્યા છે. બીયુ પરમિશન વગર જ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ધમધમાટ ચાલી રહ્યો હોવાનું સામને આવતા સમગ્ર શહેરમાં તેની ભારે ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન જાણે ભર નિંદ્રામાં હોય તેમ હોસ્પિટલના સંચાલકો તેનો લ્હાવો ઉઠાવીને કોવીડ સેન્ટર ચલાવી રહ્યા છે. આ મામલે કોર્પોરેશનના સત્તાધીશો ક્યારે ભર નિંદ્રામાંથી બહાર આવશે અને ક્યારે આવા હોસ્પિટલની સામને કાર્યવાહી કરશે તેની ઉપર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો