Not Set/ 1 એપ્રિલથી કેન્દ્ર સરકારના વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ, કો-મોર્બિડ શરત હટાવાઇ

એક એપ્રિલથી દેશમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થશે. ત્રીજા તબક્કામાં કેન્દ્ર  સરકારે વેક્સિનેશન માટે કો-મોર્બિડ હોવા જોઇએ તેવો બાધ્ય હટાવી દીધો છે.

India

એક એપ્રિલથી દેશમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થશે. ત્રીજા તબક્કામાં કેન્દ્ર  સરકારે વેક્સિનેશન માટે કો-મોર્બિડ હોવા જોઇએ તેવો બાધ્ય હટાવી દીધો છે. જેથી હવે 45 વર્ષથી  ઉપરનો સામાન્ય નાગરિક કોરોના વેક્સિન લઇ શકશે.

  • વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં કો-મોર્બિડ શરત હટાવાઇ
  • 30 માર્ચ સુધીમાં62 લાખ લોકો કોરોનાથી મોતને ભેટ્યા
  • 90 ટકાથી વધુ કિસ્સામાં 45 વર્ષથી ઉપરના વ્યક્તિનું મોત
  • ત્રીજા તબક્કામાં હવે એજ ગ્રૂપનો કરાયો સમાવેશ

હેલ્થ મિનિસ્ટ્રીની મીટિંગમાં રજૂ કરવામાં આવેલા ઇન્ટર્નલ સર્વે પ્રમાણે ભારતમાં કોરોનાવાઇરસને કારણે  30 માર્ચની સવાર સુધીમાં 1.62 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં 90 ટકાથી વધુ કિસ્સાઓમાં  મરનારની ઉંમર 45 વર્ષથી વધુની જ જોવા મળી છે. આને કારણે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને  હાઇ રિસ્ક ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે અને 1 એપ્રિલથી સૌને વેક્સિનેટ કરવાની યોજના બનાવવામાં આવી  છે.

  • હાઇ રિસ્ક ગ્રૂપના લોકોને હવે અપાશે રસી
  • 31 માર્ચ સુધીમાં30 કરોડનું વેક્સિનના ડોઝ અપાયા
  • 82 લાખ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ
  • 52 લાખ વર્કર્સને અપાયો બીજો ડોઝ
  • 90 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ
  • 38 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ

વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરીથી દેશમાં થયો હતો અને ત્યારબાદ તબક્કાવાર હેલ્થ અને ફ્રન્ટલાઇન  વોરિયર્સને કોરોના વેક્સિનના પ્રથમ અને બીજો ડોઝ અપાયો.  અત્યાર સુધીમાં આડ અસરના કોઇ  સમાચાર મળ્યા નથી અને ભારતની બંને વેક્સિને શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે.

  • 45 વર્ષથી ઉપરના લોકોનું મહત્વ કેમ વધુ ?
  • શું તબક્કાની કોરોના સામેની લડાઇમાં કેટલો ફર્ક લાવશે ?

વેક્સિનેશનનો ઉદ્દેશ મોર્ટાલિટી અને ટ્રાન્સમિશન ઘટાડવાનો છે. વેક્સિનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને  જ અલગ અલગ તબક્કામાં વેક્સિન અપાઈ રહી છે. 45+ ઉંમરના લોકોને વેક્સિન પ્રોગ્રામમાં સામેલ કરવું  તે આ પ્રોસેસમાં જ આગળનું સ્ટેપ છે.