અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને લઇને એરપોર્ટ પર સ્વજનોને લેવા મૂકવા જવું ભારે પડશે. 2 કલાકનો પાર્કિંગ ચાર્જ 80 થી વધારી 150 રૂપિયા કરી દેવામાં આવ્યો છે જ્યારે ફ્રી પાર્કિંગ માટેની સમય મર્યાદા ફક્ત 5 મિનિટ કરી દેવામાં આવી છે.એટલું જ નહીં એરપોર્ટ પાર્કિંગ માટે નવા નિયમો આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે. ખાનગીકરણ બાદ નવા નિયમોથી પ્રવાસીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.એરપોર્ટનું ખાનગીકરણ થવાનું હતું તે પહેલાથી જ સમગ્ર દેશમાં તેનો બહોળા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો હતો. કારણકે ખાનગીકરણ થવાથી સામાન્ય જનતાને નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ હતો. અંતે એ જ થઈ રહ્યું છે.જો તમે ગુજરાત ના રહેવાસી છો અને અમદાવાદ એરપોર્ટ પર નિયમિત રીતે હવાઈ મુસાફરી અર્થે જવાનું થાય છે તો વધુ પાર્કિંગ ચાર્જ આપવા તૈયાર રહેજો. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં આજથી વધારો લાગુ પડશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપની દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે.કાર પાર્કિંગ ચાર્જમાં બમણો તેમજ ટુ વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણો ચાર્જ વધારવામાં આવ્યો છે. જે આજે 1 એપ્રિલથી લાગુ પડશે.
![]()
અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ અડધા કલાકથી લઈને 2 કલાક અને 24 કલાકના પાર્કિંગ ચાર્જ નક્કી કરાયા છે.
અમદાવાદ એરપોર્ડ પર હવે પહેલા અડધો કલાક કાર પાર્કનો ચાર્જ રૂપિયા 80થી વધારીને 90 રૂપિયા કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂપિયા 80 વસૂલવામાં આવતો હતો, ત્યારે હવે 30 મિનિટ માટે જનતાએ 90 રૂપિયા ચૂકવવા પડશે. એરપોર્ટ પર પીકઅપ ડ્રોપ સમય 5 મિનીટ ફ્રી રાખવામાં આવ્યો છે, જે ખૂબ જ ઓછો હોવાથી વિરોધ પણ થઈ રહ્યો છે. એરપોર્ટ પર આવત પ્રીપેઈડ ટેક્સીચાલકોને ભાવવધારાની જાણ કરાઈ છે. તો બીજી તરફ, કાર પાર્કિંગનો સમય પણ ઘટાડીને ચોથા ભાગનો કરી દેવામાં આવ્યો છે. તેમાં પણ 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ જોતા હવે આજથી અમદાવાદ એરપોર્ટ પર વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.

કયા વાહન માટે કેટલો પાર્કિંગ ચાર્જ ?
કાર ચાલકે એરપોર્ટમાં પાર્કિંગ માટે 30 મિનીટના 90 રૂપિયા અને 2 કલાકના 150 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે
ટુ વ્હીલર માટે 30 મિનીટના 30 રૂપિયા અને 2 કલાકના 80 રૂપિયા ચૂકવવાના રહેશે
રીક્ષાચાલકોએ પણ પાર્કિંગમાં ઉભા રહેવા માટે 60 રૂપિયા ચૂકવવાના રહેશે
કોચ-બસને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 500 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 800 આપવા પડશે
ટેમ્પો-મીની બસને 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 300 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 500 ચૂક્વવા પડશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
