સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરુવારે આ જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે દક્ષિણનાં સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- ‘અમને ખુશી છે કે દેશનાં તમામ ભાગોનાં ફિલ્મકાર, કલાકારો, અભિનેત્રીઓ, ગાયકો, સંગીતકારોને સમય સમય પર દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે, અમે મહાન નાયક રજનીકાંતને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં ખૂબ જ ખુશ છીએ. રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
51st Dadasaheb Phalke Award will be conferred upon actor Rajinikanth, says Union Minister Prakash Javadekar. pic.twitter.com/682c6qaUXV
— ANI (@ANI) April 1, 2021
દક્ષિણ ભારતીય ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંત માટે 5 લોકોની જ્યુરીએ એક મંતવ્ય મળ્યા બાદ આ નિર્ણય લીધો છે. રજનીકાંતને આ 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે. કોરોના વાયરસ રોગચાળાને કારણે આ વખતે તમામ એવોર્ડ્સમાં વિલંબ થયો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. રજનીકાંતે તેની કરિયરમાં અત્યાર સુધીની ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર, 1950 નાં રોજ બેંગલુરુમાં થયો હતો. લોકોનો ક્રેઝ એટલી હદે છે કે તેઓ તેમને ‘ભગવાન’ માને છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
