આજે ફરી એકવાર દેશમાં ડરનો માહોલ છે. 2020 માંડ પુરુ થયુ હતુ અને હજુ તો લોકો બરોબર સેટ થવાના પ્રયાસ કરતા હતા ત્યાં જ કોરોનાનો કાળ લોકોનો જીવ લેવા આવી ગયો. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકનમાં 90 હજારથી પણ વધુ કેસો છે. એટલુ જ નહીં મોતનો આંકડો તો ચિંતા કરવે છે.
છેલ્લા 24 કલાકમાં જ 711ના મૃત્યુ થયા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો વધીને 6.54 લાખ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુ આંક 1.64 લાખને કરતા પણ વધારે છે. મહારાષ્ટ્રમાં જ 47,827 નવા કેસો નોધાયા છે. હવે રોજ નવા કેસો અને રોજ મરણના આંકડા વધી રહ્યા છે.
કોરોનાએ પહેલા ધીમે ધીમે અને હવે તો બધી જ સીમા પાર કરીને પોતાનો પ્રકોપ દેખાડવાનો શરૃ કર્યો છે. દેશની સ્થિતીમાં કોઇ એક શહેર કે રાજ્ય બાકી નથી જ્યાં કોરોનાનો કહેર જોવાના મળે. કોઇ એકાદ રાજ્ય બાકાત હશે પરંતુ સંર્પુણ રીતે તો ના જ કહી શકાય.
પહેલા વડીલો વધુ કોરોનાગ્રસ્ત થતા હતા પરંતુ હવે માત્ર વડીલો જ નહીં તમામ ઉંમરના લોકોમાં કોરોનાનો કહેર છે. ખાસ કરીને બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. રોજ-બરોજ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. એકવાર ફરી મેડીકલ સ્ટાફની પરિક્ષા શરૃ થઇ ગઇ છે. લોકો કોરોનાથી પીડાય રહ્યા છે. અને તેમને સતત પ્રયાસ કરવાના હોય છે દર્દીને આ સ્થિતીમાંથી નિકાળવાનો. પરંતુ જે પ્રમાણે દેશમાં રોજ કોરોનાનું પ્રમાણ વધી રહ્યુ છે અને નવા કેસોનો ભરમારો થઇ રહ્યો છે તે જોતા કોરોનાનો વિષ્ફોટ ક્યાં પહોંચશે તે કહેવુ મુશ્કેલ છે.
