Technology/ હવે Facebook પર બનાવી શકશો Reels, જાણો ક્રિએટ અને શેર કરવાની સમગ્ર પ્રોસેસ વિશે…

Facebookએ ભારતમાં ગયા વર્ષે પોતાના આ પ્લેટફૉર્મનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. કંપનીએ તેનું પણ Instagramની જેમ Reels નામ આપ્યું છે. જ્યાં યૂઝર્સ શોર્ટ વીડિયોઝ બનાવી શકે છે અને પોતાના ન્યૂઝ ફીડમાં તેને શેર પણ કરી શકે છે. જ્યારથી Tiktokને ભારતમાં બેન કરવામાં આવ્યું છે ત્યારથી લઇને અત્યાર સુધી શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ ઘણું ગરમ […]

Tech & Auto

Facebookએ ભારતમાં ગયા વર્ષે પોતાના આ પ્લેટફૉર્મનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. કંપનીએ તેનું પણ Instagramની જેમ Reels નામ આપ્યું છે. જ્યાં યૂઝર્સ શોર્ટ વીડિયોઝ બનાવી શકે છે અને પોતાના ન્યૂઝ ફીડમાં તેને શેર પણ કરી શકે છે.

જ્યારથી Tiktokને ભારતમાં બેન કરવામાં આવ્યું છે ત્યારથી લઇને અત્યાર સુધી શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ ઘણું ગરમ બન્યું છે. કેટલીય કંપનીઓ યૂઝર્સને આ પ્રકારનો અનુભવ આપવા માટે શોર્ટ વીડિયો પ્લેટફૉર્મ લૉન્ચ કરવામાં લાગ્યા છે. થોડાક સમય પહેલા જ્યાં Instagramએ Reels રજૂ કર્યુ હતું.

ત્યારે હવે Facebookએ પણ સત્તાવાર રીતે ભારતમાં Reels પ્લેટફૉર્મ લૉન્ચ કરી દીધું છે. Facebookએ ભારતમાં ગત વર્ષે પોતાના આ પ્લેટફૉર્મનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. કંપનીએ તેને પણ Instagramની જેમ Reels નામ આપ્યું છે જ્યાં યૂઝર્સ શોર્ટ વીડિયોઝ બનાવી શકે છે અને પોતાના ન્યૂઝ ફીડમાં તેને શેર પણ કરી શકે છે.

આ રીતે ક્રિએટ અને શેર કરો Facebook Reels :

– સૌથી પહેલા તમારે પોતાના Facebook એકાઉન્ટમાં ગયા બાદ તમારે Reels પર ટેપ કરવાનું રહેશે. આ વિકલ્પ તમને Facebookના ન્યૂઝ ફીડમાં જ જોવા મળશે.

– Facebook એપ કેમેરાને ઓપન કરશે જેના મારફતે તમે વીડિયોઝ રેકોર્ડ કરી શકશો. આ સાથે જ પોતાના ફોનથી વીડિયો ક્લિપ્સને અપલોડ પણ કરી શકશો.

– અહીં રાઇટ સાઇડમાં કેટલાય પ્રકારના વિકલ્પ આપવામાં આવે છે જેમાં એડ મ્યૂઝિક, એડજસ્ટ સ્પીડ, ટાઇમર પણ આપવામાં આવે છે. આ સાથે જ કેટલાય ઈફેક્ટ્સ પણ આપવામાં આવ્યા છે.

– તમે તમારા વીડિયોમાં આ ઇફેક્ટ્સ મારફતે કેટલાય પ્રકારના ટ્રાન્જિશન કરી શકો છો. જ્યારે તમે Facebook Reels બનાવી લો ત્યારે તમે પોતાની ન્યૂઝ ફીડમાં શેર કરી શકશો. તેને તમે પોતાની ઇચ્છા અનુસાર પોતાના મિત્રો અથવા કોઇ કસ્ટમ ઑડિયન્સ સાથે પણ શેર કરી શકો છો. જો કે, અત્યારે કંપનીએ માત્ર તેને ન્યૂઝ ફીડમાં જ શેર કરવાનો વિકલ્પ આપ્યો છે.

– Instagram Reelsની જ જેમ અહીં પણ તમે Facebookની મ્યૂઝિક લાઇબ્રેરી મારફતે મ્યૂઝિક લઇ શકશો અથવા તો કોઇ ઓરિજનલ ઑડિયો પણ અપલોડ કરી શકશો.

– Facebookની બીજી એક લાઇબ્રેરી છે જ્યાં કેટલાય AR ઈફેક્ટ્સ છે જેને તમે Reelsમાં અપલોડ કરી શકો છો.

– તમે ટાઇમર અને કાઉન્ટડાઉન પણ સેટ કરી શકો છો જ્યારે તમે હેન્ડ્સ-ફ્રી કરીને શૂટ કરી રહ્યા છો. આ સાથે જ તમે વીડિયો અથવા ઑડિયોની સ્પીડ અપ અને સ્લો ડાઉન પણ કરી શકો છો.