Crime/ દિકરીને ખેતરમાં લઇ ગયો પિતા અને પછી ગુજાર્યો દુષ્કર્મ, જ્યારે માતાને કરી જાણ પછી થયુ આવુ

કોણ કહે છે કે આજનાં સમયમાં રાક્ષસ પ્રજાતિ નથી. આપણા દેશમાં ઘણા છે કે જેમણે આ પ્રજાતિને પોતાની અંદર જીવંત રાખી છે. દેશમાં રોજ દુષ્કર્મની ઘટના હવે જાણે સામાન્ય થઇ ગઇ છે.

India

કોણ કહે છે કે આજનાં સમયમાં રાક્ષસ પ્રજાતિ નથી. આપણા દેશમાં ઘણા છે કે જેમણે આ પ્રજાતિને પોતાની અંદર જીવંત રાખી છે. દેશમાં રોજ દુષ્કર્મની ઘટના હવે જાણે સામાન્ય થઇ ગઇ છે. પરંતુ હવે ચોંકાવનારી વાત એ છે કે, જે આ દુષ્કર્મને અંજામ આપે છે તે પીડિતનો જ કોઇ સગો હોય છે.

ભાજપમાં કોરોનાનો ભરડો / સાંસદ, મંત્રીઓ, ડે.મેયર અને ઉમેદવાર સહીત અનેક કોરોના સંક્રમિત, જાણો કયા નેતાઓ ફસાયા કોરોનાના સકંજામાં 

જણાવી દઇએ કે, તાજેતરમાં એક આવો જ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમા સગીર સાવકી દીકરી પર દુષ્કર્મ ગુજારવાના મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે યુવતીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો છે. તેણે જણાવ્યું કે, પીડિતાની માતાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા છે. આરોપી પીડિતાનો સાવકા પિતા છે.

બેકાબુ કોરોના / મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી તેમજ શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન

પીડિતાની માતાને મળેલી ફરિયાદનાં આધારે જલાલાબાદ પોલીસ સ્ટેશનનાં પ્રભારી જસબીરસિંહે જણાવ્યું હતું કે, 13 વર્ષની સગીરાનાં સાવકા પિતા તેને મહિના પહેલા કોઇ બહાને ખેતરમાં લઇ ગયા અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. તેણે કહ્યું કે, આ ઘટના બાદ સાવકા પિતાથી ડરતી યુવતીએ ઘરમાં આ વાત ન કહી. શનિવારે પીડિતાએ તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારબાદ તેણે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, તેને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. પીડિતાને મેડિકલ તપાસ માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ