ગુજરાત/ વડોદરામાં હોસ્પિટલની બેદરકારીથી કોરોના દર્દીનું મૃત્યુ થયુ, પરિવારનો આરોપ

રાજ્યનાં વડોદરામાં એક દર્દીનું કોરોનાનાં કારણે મોત થયુ હાવોનુ સામે આવ્યુ છે. જે બાદ મૃત્યુ પામેલા શખ્સનાં પરિવારજનો હોસ્પિટલથી નારાજ થઇ તોડફોડ શરૂ કરી દીધી હતી.

Gujarat Vadodara
  • વડોદરામાં કોરોના દર્દીનાં મોત બાદ હોસ્પિટલમાં તોડફોડ
  • દાંડીયાબજારની સિદ્ધિ હોસ્પિટલમાં રાત્રે બની ઘટના
  • ઓક્સિજન ન અપાતાં મોત થયાનો પરિજનોનો આક્ષેપ
  • નારાજ પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
  • હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો આરોપ
  • રાવપુરા પોલીસે મામલો શાંત પાડી કાર્યવાહી હાથ ધરી

રાજ્યનાં વડોદરામાં એક દર્દીનું કોરોનાનાં કારણે મોત થયુ હાવોનુ સામે આવ્યુ છે. જે બાદ મૃત્યુ પામેલા શખ્સનાં પરિવારજનો હોસ્પિટલથી નારાજ થઇ તોડફોડ શરૂ કરી દીધી હતી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીનાં કારણે દર્દીનું મોત થયુ છે.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / અક્ષયની ફિલ્મ ‘રામસેતુ’ નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

જણાવી દઇએ કે, વડોદરામાં આવેલી દાંડીયાબજારની સિદ્ધિ હોસ્પિટલમાં એક દર્દી કે જેને કોરોના હતો તેનુ મૃત્યુ થયુ હતુ જે બાદ પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. તેમનો આરોપ છે કે, સમયસર ઓક્સિજન ન અપાયુ અને બેદરકારીનાં કારણે દર્દીનું મોત થયુ છે.  જો કે આ મામલે રાવપુરા પોલીસે મામલો શાંત પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અલગ-અલગ રાજ્યોમાં કોરોનાએ પોતાનો પગ મુકી દીધો છે. ઘણા એવા રાજ્યો પણ છે કે જ્યા કોરોનાનાં કેસમાં ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમા ગુજરાત પણ છે. ગુજરાતમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ જ કારણે રાજ્યનાં ચાર મહાનગરોમાં કર્ફ્યુનો સમય લંબાવી દેવામાં આવ્યો છે.

બેકાબુ કોરોના / હવે રાજસ્થાનમાં કોરોના નેગેટિવ રિપોર્ટ વિના એન્ટ્રી પર પ્રતિબંધ, નિયમન હજુ પણ કડક થવાના સંકેત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. રાજ્યમાં રસીકરણ ચાલુ હોવા છતાય દૈનિક નોધાતા આંકમાં સતત મોટો વધારો સામે આવી રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2875 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહોચ્યો  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ