Recipe/ ગરમીમાં જો લાગી જાય લૂ.. તો પીઓ આ હર્બલ ડ્રીન્ક, જાણી લો તેની સિક્રેટ Recipe

Recipe: 1 મેંગો મીન્ટ શરબત મેંગો મીન્ટ શરબત બનાવવા માટેની સામગ્રી : 1. કાચી કેરી (મીડીયમ સાઇઝ) – ૨ નંગ 2. ફુદીનો – ૧/૪ કપ 3. લીંબુનો રસ – ૧/૨ ટી સ્પૂન 4. ખાંડ – ૨ ટેબલ સ્પૂન 5. મીઠું – ચપટી 6. બરફના ટુકડા – ૩ – ૪ મેંગો મીન્ટ શરબત બનાવવા માટેની રીત […]

Food Lifestyle

Recipe: 1
મેંગો મીન્ટ શરબત

મેંગો મીન્ટ શરબત બનાવવા માટેની સામગ્રી :

1. કાચી કેરી (મીડીયમ સાઇઝ) – ૨ નંગ
2. ફુદીનો – ૧/૪ કપ
3. લીંબુનો રસ – ૧/૨ ટી સ્પૂન
4. ખાંડ – ૨ ટેબલ સ્પૂન
5. મીઠું – ચપટી
6. બરફના ટુકડા – ૩ – ૪

મેંગો મીન્ટ શરબત બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ કાચી કેરીને સરખી રીતે ધોઈ લો. પછી તેની છાલ કાઢીને તેના કટકા કરી બ્લૅન્ડર જારમાં લઈ લો. ત્યારબાદ તેમાં ફુદીનાનાં પાન, ખાંડ, લીંબુનો રસ, બરફનાં ટુકડા ઉમેરીને બ્લૅન્ડ કરી લો. પછી આ શરબતમાં મીઠું મિક્સ કરી, તેને ગાળી લઈને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો. આ શરબતને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.

Recipe: 2
તરબૂચ, દ્રાક્ષ અને દાડમનું જ્યુસ

તરબૂચ, દ્રાક્ષ અને દાડમનું જ્યુસ બનાવવા માટેની સામગ્રી :

1. ૨ વાટકી તરબૂચ
2. ૧ વાટકી કાળી દ્રાક્ષ
3. ૧ નંગ દાડમના દાણા
4. સંચળ અથવા ચાટ મસાલો

તરબૂચ, દ્રાક્ષ અને દાડમનું જ્યુસ બનાવવાની રીત :

સૌ પ્રથમ મિક્ષર જારમાં તરબૂચના ટુકડા, દાડમના દાણા અને દ્રાક્ષ લઇ તેને સરખી રીતે ક્રશ કરી લો. જરૂર પડે તો પાણી અને જરૂર મુજબની ખાંડ ઉમેરી લો. તેને બરાબર પીસીને ગાળી લેવું. હવે સર્વ કરવા માટે તેને એક ગ્લાસમાં કાઢી તેમાં સંચળ પાઉડર અથવા ચાટ મસાલો ઉમેરી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે તરબૂચ-દ્રાક્ષ-દાડમનું જ્યુસ.

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે