છ વાર વિશ્વ ચેમ્પિયન બનેલી મેરીકોમ આવતા મહિને શરૂ થનારી એશિયન બોંકસિંગ ચેમ્પિયનશીપનું નેતૃત્વ કરશે. દિલ્હીના ઇન્દિંરા ગાંધી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં બોંકસિંગ ટુર્નામેન્ટ યોજાનારી છે. આ ટુર્નામેન્ટ 21 થી 31 મે સુધી ચાલશે.
આ ટુર્નામેન્ટ માટે બોંકસિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ વજન કેટેગરી પ્રમાણે પ્રેકટીસનું આયોજન પણ કર્યુ હતું. આ પ્રેકટીસ મેચમાં મેરીકોમ, સિમરનજીત કૌર, લોવિના બોરગોહેન અને પૂજા રાણી નામની બોંકસિંગ ખેલાડીઓએ ભાગ લીધો નથી. પરતું ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.
આ વખતે એશિયાઇ ચેમ્પિયનશીપનું નેતૃત્વ મેરીકોમ કરશે
ચેમ્પિયનશીપનું આયોજન ગત વર્ષના સપ્ટેમ્બર અને નવેમ્બરમાં યોજાવાનું હતુ. પરતું કોરોના મહામારીના લીધે ટુર્નામેન્ટ રદ કરવામાં આવી. આ વખતે એશિયાઇ ચેમ્પિયનશીપનું નેતૃત્વ મેરીકોમ કરશે. આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીની બોંકસિંગ ખેલાડીઓ ભાગ લેશે.
તેમનો ઉત્સાહ અને મહેનતથી એવું લાગી રહ્યું છે કે ટુર્નામેન્ટમાં તેમનું પર્ફોમન્શ સારૃ રહેશે
આ સ્પર્ધામાં ભારતની મહિલા બોંકસિંગ ખેલાડીઓ જીતે તેવી પ્રબળ શક્યતા છે. બોંકસિંગની પ્રેકટીસ મેચમાં મહિલા ખેલાડીઓએ બોંકસિંગ માટે ખુબ જ મહેનત કરી છે તેમનો ઉત્સાહ અને મહેનતથી એવું લાગી રહ્યું છે કે ટુર્નામેન્ટમાં તેમનું પર્ફોમન્શ સારૃ રહેશે.
