Not Set/ નેગેટિવમાંથી પોઝિટિવ દિશામાં આગળ વધતી ભારતીય ઇકોનોમી, ચીનને પણ આપશે ટક્કર

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતનાં વિકાસદરને લઇ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છ. આઇએમએફનાં મતે ભારતનો વિકાસ દર 12.5 ટકા રહેવાનો અનુમાન છે.

Business

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતનાં વિકાસદરને લઇ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છ. આઇએમએફનાં મતે ભારતનો વિકાસ દર 12.5 ટકા રહેવાનો અનુમાન છે. આ વિકાસ દર એટલા માટે ખાસ છે કારણ કે ભારતનો વિકાસ દર ચીનથી પણ આગળ રહેવાની સંભાવના છે.

Business / મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ આટલા કરોડનો ફટકાર્યો દંડ

ગત વર્ષે કોરોનાકાળમાં ભારતીય વિકાસદર માઇનસમાં રહ્યો હતો, એટલે કે કોરોના મહામારીએ ભારતની ઇકોનોમીને એ હદે ફટકો પહોંચાડ્યો હતો કે અર્થતંત્ર સીધું જ માઇનસમાં પહોંચી ગયું હતુ, તો બીજીતરફ ચીન એકમાત્ર એવો દેશ હતો કે જેની ઇકોનોમી પોઝિટિવ રહી હતી. પ્લસ ઇકોનોમી મેળવનારો ચીન એકમાત્ર દેશ હતો. આઇએમએફનાં મતે ભારતનો વિકાસદર 2022 માં 6.9 ટકાની આસપાસ આવી જશે જ્યારે ભારતનો વિકાસ દર 2020 માં ઘટીને 8 ટકા પર આવી ગયો હતો. પરંતુ વર્ષ 2021 માં ભારતનો વિકાસ દર 12.5 ટકા રહેવાનો અનુમાન છે.

RBI Monetary Policy 2021 / RBIએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, રેપો રેટ 4 ટકા પર રખાયો યથાવત

વૈશ્વિક અર્થતંત્ર માટે પહેલાનાં અનુમાનોની સરખામણીએ વધારે મજબૂત કમબેકની આશા આઇએમએફ રાખી રહ્યું છે. જેમાં વૈશ્વિક વિકાસદર સરેરાશ 6 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે વર્ષ 2022 માં 4.4 ટકા વિકાસ દર વિશ્વનો રહેવાની સંભાવના છે. આ તરફ આઇએમએફનાં ગીતા ગોપિનાથનનાં મતે દુનિયાનાં વિવિધ અર્થતંત્રોની ફરી પાટા પર ચઢવાની ગતિ તમામ દેશોમાં જુદી જુદી છે. જેમ કે, પ્રવાસન પર નિર્ભર દેશોમાં વિકાસ દર ઘણો ઓછો છે. એટલે મધ્યમ ગાળામાં વૈશ્વિક વૃદ્ધિ દર નરમ પડીને 3.3 ટકા રહી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ