Not Set/ વોલમાર્ટ ખરીદશે ફ્લીપકાર્ટ કંપનીનાં 800 મીલીયન ડોલરના શેર, એમ્પ્લોયસ બનશે વધુ ધનવાન

ભારતીય ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટનાં કર્મચારીઓ એમનાં એમ્પ્લોય સ્ટોક ઓનરશીપ પ્લાન્સ (ESOPs) ને વેચી શકશે. આ લીક્વીડેશનની રેન્જ 126 ડોલર પ્રતિ શેર થી 128 ડોલર પ્રતિ શેર હશે એવું ફ્લીપકાર્ટ કંપનીએ પોતાનાં કર્મચારીઓને લેટરમાં જણાવ્યું છે. યુએસ રીટેલર વોલમાર્ટ આ શેર ખરીદવાની છે. 800 મીલીયન ડોલરની કિમત ધરવતા 6,242,271 શેર જે ફ્લીપકાર્ટનાં  ESOPs પુલના છે એ […]

India World Business

ભારતીય ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટનાં કર્મચારીઓ એમનાં એમ્પ્લોય સ્ટોક ઓનરશીપ પ્લાન્સ (ESOPs) ને વેચી શકશે. આ લીક્વીડેશનની રેન્જ 126 ડોલર પ્રતિ શેર થી 128 ડોલર પ્રતિ શેર હશે એવું ફ્લીપકાર્ટ કંપનીએ પોતાનાં કર્મચારીઓને લેટરમાં જણાવ્યું છે.

Walmart to buy Flipkart ESOPs worth $800 million

યુએસ રીટેલર વોલમાર્ટ આ શેર ખરીદવાની છે. 800 મીલીયન ડોલરની કિમત ધરવતા 6,242,271 શેર જે ફ્લીપકાર્ટનાં  ESOPs પુલના છે એ વોલમાર્ટ ખરીદશે. બેંગ્લોરની આ ઓનલાઈન કંપનીની વેલ્યુ 1.5 ડોલર બિલીયન છે પ્રતિ શેરનાં ખરીદ ભાવના આધારે. આ રીપરચેસ સ્કીમ કર્મચારીઓનો આભાર માનવા માટે અને એમની સર્વિસ માટે એમને રીવોર્ડ આપવા માટે કંપનીના એક પ્રયાસના ભાગ રૂપે છે

આ ESOPs ત્રણ ભાગમાં વેચી શકાશે. હાલ કર્મચારીઓ એમનાં માલિકીના 50 % ESOPs શેરને લીક્વીડેટ કરી શકે છે. આ ટ્રાન્ઝેક્શનને કારણે ફ્લીપકાર્ટ કંપનીના ઘણા બધા કર્મચારીઓ મિલિયોનર બની શકે છે.

આ વર્ષમાં આ મોટી કંપનીએ ફ્લીપકાર્ટ કંપનીનો 77 % હિસ્સો 16 બિલીયન ડોલરમાં ખરીદ્યો હતો.