નવી દિલ્લી
જીયો કંપની લોન્ચ થયા બાદ તેજીથી આગળ વધી રહી છે. જીયોના માર્કેટમાં આવ્યા પછી ઘણા પ્લાન અને ઓફર્સ બદલાઈ ચુક્યા છે. જીયોના સ્માર્ટ ફોને પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ફીચર ફોન મામલે જીયો કંપની બધા કરતા અવ્વલ છે. તમને જણાવી દઈએ કે હવે જીયો ફોન ખરીદવાની ઇરછા ધરાવતા લોકો માત્ર ૯૫ રૂપિયામાં ખરીદી શકશે.
ઓફર માત્ર રાજસ્થાનના લોકો માટે
જો કે આ ઓફર માત્ર રાજસ્થાનના લોકો માટે જ છે. બીજીઆરના રીપોર્ટ મુજબ રાજસ્થાન સરકારે જીયો કંપનીની સાથે મળીને એક જોરદાર સ્કીમ બનાવી છે. આ સ્કીમના લીધે હવે જીયો ફોન રાજસ્થાનમાં માત્ર ૯૫ રૂપિયામાં જ મળશે. માત્ર ફોન જ નહી પરંતુ અનલિમિટેડ કોલિંગ પણ ફ્રી મળશે.
ભામાશાહ કાર્ડ ધરાવતા લોકો ઉઠી શકશે ફાયદો
રાજસ્થાનના જે લોકો સાથે ભામાશાહ કાર્ડ હશે તે લોકો જ માત્ર આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે રાજસ્થાનના લોકો ને આ કાર્ડ સાથે જીયોના રીટેલ સ્ટોર પર જવાનું રહેશે. આ સ્ટોરમાંથી તેઓ જીયોનો ફોન ખરીદી શકશે.
તો રીતે જીયો ફોન મળશે ૯૫ રૂપિયામાં
જીયો ફોન ખરીદવા ગ્રાહકને ૧૦૯૫ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ રાજ્યસરકાર ભામાંશાહ એપ દ્વારા ૫૦૦ રૂપિયા ગ્રાહકના એકાઉન્ટમાં જમા કરી દેશે. ત્યારબાદ બાકીના ૫૦૦ રૂપિયા યુઝર્સે પોતાના મોબાઈલમાં ભામાશાહ એપ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
આમ આ રીતથી કુલ ૧૦૦૦ રૂપિયા તમને પાછા મળી જશે અને ગ્રાહકને આ ફોન માત્ર ૯૫ રૂપિયામાં જ પડશે.
