કોરોના મહામારીના અજગર ભરડામાં સમગ્ર દેશ સહિત વિવિધ રાજ્યો આવી ગયા છે ત્યારે ગુજરાત પણ બાકાત રહી શક્યું નથી.રાજ્યના ચાર મહાનગરો ઉપરાંત નાના-મોટા તમામ શહેરોમાં જે રીતે દર્દીઓના રાફડા જોવા મળી રહ્યા છે તેને કંટ્રોલ કરવા બહુ જરુરી બને તેમ હોય રાજ્ય સરકારે ખાસ નિયમન ઘડી અને અમલવારી શરૂ કરી છે.કેટલાક શહેરોમાં તો સ્મશાનોમા લાસોની અંતિમ ક્રિયા માટે જે રીતે લાંબી કતારો જોવા મળી રહી છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, ત્યારે લોકોએ સ્વયંભૂ જાગૃતિ રાખવી અનિવાર્ય બની જશે. લોકોને જાગૃત કરવા માટે કોઈ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ, ડો. વી.એન શાહ, ડો. અતુલ પટેલ તેમજ ડો. તુષાર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને કોરોના ની ગાઈડલાઈન અનુસરણ કરવા માટે હાથ જોડીને વિનંતી કરી હતી. તેમજ હજુ પણ જોવો છે.તો અમને નહી આવે તો પરિસ્થિતિ અત્યંત વિનાશકારી બની જશે તેમ ચેતવણી આપી હતી.
Big Breaking / 8 મનપા વિસ્તારની શાળામાં નહિ યોજાય ધો. 10ના વિધાર્થીઓની આ પરીક્ષા
રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા ગુજરાતના નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી. જે અંતર્ગત તેઓએ સ્વીકાર કર્યો હતો કે કોરોનાના પ્રથમ કરતા બીજો તબક્કો વધારે ખતરનાક છે, અને જો ચેતવાની આવે તો પરિસ્થિતિ હજુ પણ ગંભીર બની શકે તેમ છે. ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે આ વાયરસ એટલો ખતરનાક છે કે તેને તમામ માપદંડો તોડી નાખ્યા છે. તે 45 ડિગ્રી થી લઈ માઈનસ 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યા છે, કોરોનાની ગતિ પારખવી એ ખૂબ જ પડકારજનક બની ગયું છે.
IPL 2021 / RCB અને MI વચ્ચે પ્રથમ મુકાબલો થોડીવારમાં, કોણ કોના પર પડશે ભારે ?
કોરોના અંગે તજજ્ઞોની ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ સુચના આપવામાં આવ્યા હતા જેમાં વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ દાખવી અને વહેલામાં વહેલી તકે કોઈ પણ કંપનીની વેક્સિન લઈ અને શરીરને કોરોના સામે સુરક્ષિત કરવા માટે જણાવ્યું હતું. વેક્સિન લેવાથી વાયરસનાં સંક્રમણની માત્રા ઓછી રહે છે, અને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે લોકડાઉન એ વાઇરસ સામે લડવાનો કોઈ ચોક્કસ માર્ગ નથી, તેના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે ઘણા લોકોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ તેનો ઉકેલ છે, જેનો કોઈ વિકલ્પ નથી.આ ઉપરાંત ફોર્સના ડોક્ટર શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ એક યુદ્ધ જેવી સ્થિતિ છે માટે મેડિસિનમાં ભારતની ઘણી બધી ગેરસમજણ છે તેને દૂર કરી વેક્સિનેશન માટે ખાસ ઝુંબેશ ચાલુ રાખવી પડશે.
નિધન / બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન
જ્યારે ડોક્ટર અતુલ પટેલે યુવાનોને ઘરની બહાર ન જવા માટે અપીલ કરી હતી, તેમજ બે માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો.તેમજ કોઈપણ સ્થળો પર વેન્ટિલેશન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું તેમ જ પ્રેસ કોન્ફરન્સની જગ્યા પર યોગ્ય વેન્ટિલેશન ની ઉણપ હોવાનું તેમણે જણાવ્યું હતું. દર્દીઓને આરામ કરવા પાણી પીવા અને પેરાસીટામોલનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવા માટે સલાહ આપી હતી. આ ઉપરાંત રેમડેસિવિર અંગે તેમણે જણાવ્યું હતું કે તે કોઈ ગંગાજળ કે રામબાણ નથી.આ ઉપરાંત ડોક્ટર તુષાર પટેલે જણાવ્યું હતું કે શરીરને ડીહાઈડ્રેસન ના થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ કવોરેનટાઈન રહેલા દર્દીઓને ઓક્સિજન તેમજ તાપમાન માપતા રહેવા માટે આપી હતી તેમજ ઉંધા સુવાથી પણ ઓક્સિજનના લેવલમાં ફાયદો થતો હોવાનું જણાવ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થાય કે તરત જ દર્દીઓએ હોસ્પિટલની મુલાકાત કરવી જોઈએ.
https://www.facebook.com/mantavyanews/videos/382887676021800/
પાણી પહેલા પાળ / રાજકોટને 14-15 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મોકલાયા : CM વિજય રૂપાણી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
