કોરોના વાઇરસે વિશ્વભરમાં પોતાનો આતંક મચાવ્યો છે. વિશ્વમાં ઘણી જગ્યાઓ પર ફરી થી લોક ડાઉન નો ખાત્ર તોળાઈ રહ્યો છે. ઘણા દેશોમાં ફરી લોક ડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે જાપાનથી કોરોનાને લઇ એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાપાનમાં એક કોરોના ગ્રસ્ત મહિલાના ફેફસાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ઓપરેશન સફળ રહ્યું છે. વિશેષ વાત એ છે કે મહિલાને બે જીવિત લોકોના ફેફસાના ભાગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેના પુત્ર અને પતિએ મહિલાને બચાવવા આ પગલું ભર્યું છે. આરોગ્ય ક્ષેત્રે આ પહેલો કેસ છે જ્યારે કોઈ દર્દીને જીવંત વ્યક્તિના ફેફસા અથવા તેના ભાગનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય. આરોગ્યના ક્ષેત્રમાં આ એક ઐતિહાસિક ઘટના છે.

શસ્ત્રક્રિયા પછી, આ વિશ્વભરના ડોકટરોની સામે કોરના દર્દીઓ માટે આ વિકલ્પ ખુલ્લો મુકાયો છે. કે તેઓ જીવંત દાતાઓ પાસેથી શરીરનો ભાગ લઈ શકે છે. સર્જરી કરનાર ડોક્ટર હિરોશી ડેટે કહ્યું છે કે આ સર્જરી પછી જીવંત દાતાઓના ટ્રાન્સપ્લાન્ટ પણ એક નવો વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાના પુત્રએ ફેફસાનો જમણો ભાગો આપ્યો હતો. અને તેણીના પતિએ ડાબી બાજુના ફેફેસા ટ્રાન્સપ્લાન્ટમાં મદદ કરી છે.
આ શસ્ત્રક્રિયામાં 30 ડોકટરોની ટીમ હતી. ડોક્ટરોએ જણાવ્યું છે કે મહિલાને 2 મહિના પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
