સર્વપક્ષીય બેઠક/ આયોગે ચૂંટણી પ્રચાર અભિયાનનો સમયગાળો ઘટાડ્યો, જાણો બંગાળની ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો

સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના તબક્કાઓમાં પ્રચારનો સમયગાળો ઘટાડ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી પ્રચારનો સમય સાંજના સાત વાગ્યા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.

India Trending

સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના તબક્કાઓમાં પ્રચારનો સમયગાળો ઘટાડ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી પ્રચારનો સમય સાંજના સાત વાગ્યા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી કોઈ ચૂંટણી પ્રચાર નહીં કરવામાં આવે.

તે જ રીતે, મતદાન પહેલા પ્રચાર પડઘમ બંધ કરવાનો સમયગાળો પણ 48 કલાકથી વધારીને 72 કલાક કરવામાં આવ્યો છે. એટલે કે, હવે આ અભિયાન મતદાનના ત્રણ દિવસ પહેલા બંધ થઈ જશે. બંગાળમાં કોરોના સંક્રમણ વધી જતા ચૂંટણી પંચે શુક્રવારે કોલકાતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંગાળ વિધાનસભાની ચૂંટણીના શનિવાર પછી બાકી રહેલા મતદાનના ત્રણ તબક્કામાં નવા નિયમો અમલમાં આવશે.

કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી

ચૂંટણી પંચે બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે ઉમેદવારો અને પક્ષોએ કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવું જોઈએ. જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરવા બદલ ફોજદારી કેસ પણ દાખલ કરી શકાય છે.

રેલીમાં માસ્ક અને સેનિટાઇઝર આપવાનું રહેશે

કમિશને નિર્દેશ આપ્યો કે કોઈ પણ મેળાવડા અથવા રેલી વગેરેમાં ભાગ લેનારા તમામ લોકોને માસ્ક અને સેનિટાઇઝર પ્રદાન કરવાની આયોજકની જવાબદારી રહેશે. ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં તેની કિંમત ઉમેરવામાં આવશે. ચૂંટણી ખર્ચ નિર્ધારિત મર્યાદામાં હોવો જોઈએ.

નેતાઓ, સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો અને સમર્થકો માસ્ક પહેરે

આયોગે એમ પણ કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો, નેતાઓ, તમામ પક્ષોના ઉમેદવારો ખુદ અને તેમના સમર્થકો માસ્ક પહેરે અને લોકો માટે દાખલો બેસાડશે. તેઓએ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવો પડશે અને સલામત અંતરને અનુસરવું પડશે. જ્યારે જરૂર પડે ત્યારે ભીડ નિયંત્રણના પગલા પણ લેવા પડશે.

આપને જણાવી દઈએ કે, બંગાળમાં શનિવારે પાંચમા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ પછી, મતદાનના ત્રણ તબક્કાઓ બાકી રહેશે. આ ત્રણ તબક્કાઓમાં કોરોના રોગચાળાના તાજેતરના પ્રકોપને ધ્યાનમાં રાખીને, શુક્રવારે બોલાવેલ સર્વપક્ષીય બેઠકએ કોરોનાથી બચાવવાની નવી વ્યવસ્થાને નિર્દેશિત કરી હતી.