ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે ગુજરાત સરકાર કોરોનાની સ્થિતિને થાળે પાડવા માટે સક્રિય બની છે.આજે મુખ્યમંત્રી રૂપાણી જામનગર અને કચ્છની મુલાકાત કરવા જઈ રહ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આજ રોજ સવારે 11.00 કલાકે જામનગર તેમજ બપોર બાદ કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરવાના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે મોટા શહેરોમાં બેઠક યોજી અને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરશે.તેઓના આગમનના પગલે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેઓ કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. તેમજ આ બંને જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે.તેમજ કોરોનાની સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે તમામ સ્વાસ્થ્ય સંબંધીત બંદોબસ્ત ગોઠવવા માટે તંત્રને સૂચનો આપી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
