Not Set/ રાજકોટમાં પાછલા 24 કલાકમાં 22 કોરોના દર્દીનાં મોતથી હાહાકાર

છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં કોરોનાનો કેર યથાવત જોવામાં આવી રહ્યો છે. બલકે કહી શકાય કે રાજકોટમાં છેલ્લા ક્ટલાય દિવસથી કોરોનાનો કહેર વઘતો અને વઘતો જ જોવામા આવી રહ્યો છે. જી હા, ફરી કોરોના સંદર્ભે રાજકોટને હચમચાવતી વિગતો સામે આવી ગઇ છે અને પાછલા 24 કલાકમાં રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કારણે અધધધ 22 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું […]

Gujarat Rajkot

છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં કોરોનાનો કેર યથાવત જોવામાં આવી રહ્યો છે. બલકે કહી શકાય કે રાજકોટમાં છેલ્લા ક્ટલાય દિવસથી કોરોનાનો કહેર વઘતો અને વઘતો જ જોવામા આવી રહ્યો છે. જી હા, ફરી કોરોના સંદર્ભે રાજકોટને હચમચાવતી વિગતો સામે આવી ગઇ છે અને પાછલા 24 કલાકમાં રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કારણે અધધધ 22 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યુ છે. તમામ 22 દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન શહેરની જૂદી જૂદી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. આપને જણાવી દઇએ કે, પાછલા 24 કલાકમાં નોંધવામાં આવેલા 22 દર્દીઓનાં મોતમાંથી 16 દર્દીઓના રાજકોટની સિવીલ હોસ્પિટલમાં મોત નીપજ્યા છે, તો 6 દર્દીઓનાં રાજકોટની જૂદી જૂદી ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews