ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં લાખો લોકો આવી ગયા છે. આ જ અરસામાં શુક્રવારે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 9000 જેટલા કોરોનાના કેસ આવી રહ્યા છે, ત્યારબાદ હવે ગુજરાતમાં સ્થિતિ ખુબ વણસી ગયેલી જોવા મળી રહી છે.
ગુજરાતમાં હાલમાં દર્દીઓને બેડ નથી મળતા તો ક્યાંક એમ્બ્યુલન્સ નથી મળી રહી, ત્યારે હવે આ વિકટ સ્થિતિ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે એક મહત્વનું ટ્વિટ કર્યું છે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોનાની સ્થિતિને લઇ લોકોની મદદ કરવા માટે વિનંતી કરી છે અને માટે તેઓએ કોંગ્રેસ પાર્ટી પાસે જે 65 ધારાસભ્યો છે જેઓ મદદ માટે તૈયાર હોવાની પણ બાંહેદરી આપી છે.
https://twitter.com/HardikPatel_/status/1383268218572132356?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1383268218572132356%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FHardikPatel_2Fstatus2F1383268218572132356widget%3DTweet
આ અંગે જણાવતા હાર્દિક પટેલે કહ્યું કે, અમને પણ કામ બતાઓ જેથી મદદ કરી શકીએ અને અમારા ધારાસભ્યોને જે આદેશ આપશો તેનું સાથે મળી અમે કામ કરીશું.
આ પણ વાંચો :આજે CM રૂપાણી જામનગર-કચ્છની મુલાકાતે,DY.CM સહિત અગ્રણીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો :કોવિડ નિયમોના પાલન સાથે મતદાન શરુ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.
આ પણ વાંચો :કુંભમાંથી આવેલાઓના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા આદેશ
