વિશ્વ એકતરફ કોરોનાની મહામારીમાં સંપડાયો છે અને કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યાં છે.દરરોજ કોરોનાને લઇને નવા સંશેાધન થઇ રહ્યાં છે. કોરોનાથી બચવા માટે માસ્ક એ રામબાણ ઇલાજ છે .એવા સમયે ઇઝરાઇલે માસ્જક પહેરવાના નિયમને દૂર કર્યો છે. ઇઝરાઇલમાં માસ્ક પહેરવાે ફરજિયાત હતો પરતું હવે માસ્ક પહેરવાના નિયમ રદ કર્યો છે .ઇઝરાઇલનાઆરોગ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે હવે દેશમાં આજથી માસ્ક પહેરવો ફરજિયાત નથી.
ઇઝરાઇલના આરોગ્યમંત્રી યુલી એડલસ્ટેઇને કહ્યું હતું કે તેમણે માસ્ક પહેરવાના નિયમને હટાવી લીધો છે.આ નિર્ણય આરોગ્ય મંત્રાલયની ભલામણથી લેવામાં આવ્યો હતો.આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે ઇજરાઇલમાં સફળ રસીકરણના કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરાના સંક્રમણના કેસ પણ ખુબ ઘટી રહ્યા છે તેથી નાગરિકો પર લાગેલા નિયમોમાં છૂટ આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાઇલે કોરોના મહામારીની શરૃઆતમાં ગત વર્ષથી માસ્ક પહેરવો ફરજિયાત બનાવ્યું હતું.
