દંડ/ પશ્વિમ રેલવે હવે માસ્ક ના પહેરનાર પાસેથી 500 દંડ વસૂલશે

માસ્ક ફરજિયાત કર્યો પશ્વિમી રેલવેએ,500 દંડ વસૂલાશે.

Gujarat

દેશમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે.સંક્રમણ બમણી ગતિથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.દેશના હાલત કોરોનાના લીધે સારા નથી હાલત ખઉબ ગંભીર છે.કોરોના મહામારીને ધ્યાનમાં લઇને પશ્વિમી રેલવેએ પણ મુસાફરોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની અપીલ કરી છે. રેલવેઅ મુસાફરો માટે નવા નિયમો બનાવ્યા છે.જો કોઇપણ મુસાફરે  માસ્ક નહીં પહેર્યુ હોય તો તેની પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે.

ભારતીય રેલવે દ્વારા ટ્રેન પરિચાલન માટે નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ સેટેશનો અને મુસાફરી દરમિયાન બધા મુસાફરોએ માસ્ક અથવા ચેહેરો ઢાંકવો જોઇએ.આ ઉપરાંત રેલવે પરિસરમાં થૂંકતા અટકાવવા માટે નિયમો અમલી બનાવ્યા છે. રેલવેએ જાહેર કર્યું છે કે રેલવે પરિસરમાં અને ટ્રેનમાં માસ્ક ના પહેરનારે 500 દંડ ભરવાે પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ક પહેરવું અનિવાર્ય છે જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને પશ્વિમી રેલવેએ માસ્ક ફરજિયાત કરી દીધાં છે. જાે નિયમનો ઉલ્લંઘન કરશે તો તેને દંડ ભરવો પડશે.