Rajkot News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન (Demolition)કામગીરી હવે ખર્ચ અને ડીઝલના વપરાશને લઈને ચર્ચામાં આવી છે. કામગીરી પાછળ રૂપિયા 1.47 કરોડથી વધુ ખર્ચ થયો હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન 4055 લીટર ડીઝલ વપરાયું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. કર્મચારીઓ માટે બસ પાછળ પણ રૂ.6.69 લાખનો ખર્ચ થયાની વિગતો સામે આવી છે.
Demolitionમાં 4055 લીટર ડીઝલના વપરાશ સામે સવાલ
જંગલેશ્વર ડિમોલેશન (Jangleshwar Demolition)કામગીરીમાં 4055 લીટર ડીઝલનો ઉપયોગ થયો હોવાની વિગતો સામે આવી છે. ડિમોલેશન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મશીનરીમાં ડીઝલ (Diesel)વપરાયું હોવાનું જણાવાયું છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ શા માટે થયો, કયા વાહનોમાં કેટલું ડીઝલ વપરાયું અને કામગીરી કેટલા દિવસ ચાલી તે અંગે સવાલો ઊભા થયા છે. ડીઝલના બિલ અને ઉપયોગના રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માગ પણ થઈ રહી છે.
ડિમોલેશન પાછળ રૂપિયા 1.47 કરોડથી વધુ ખર્ચ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી પાછળ રૂ.1.47 કરોડથી વધુ ખર્ચ થયાની માહિતી સામે આવી છે. આટલો મોટો ખર્ચ સામે આવતા હવે સમગ્ર કામગીરીના હિસાબને લઈને ચર્ચા શરૂ થઈ છે. ડીઝલ, વાહનો, મશીનરી અને અન્ય ખર્ચની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ખર્ચની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.
કર્મચારીઓની બસ પાછળ રૂપિયા 6.69 લાખ
ડિમોલેશન કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવર માટે બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બસ પાછળ રૂપિયા.6.69 લાખનો ખર્ચ થયાની માહિતી સામે આવી છે. બસનો ઉપયોગ કેટલા સમય માટે થયો અને આ ખર્ચ કઈ પ્રક્રિયા હેઠળ મંજૂર થયો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ખર્ચની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
કમિશનરની મંજૂરીથી બિલો પાસ
જંગલેશ્વર ડિમોલેશન સાથે જોડાયેલા બિલો મનપા કમિશનર તુષાર સુમેરા (Municipal Commissioner Tushar Sumera)ની મંજૂરીથી પાસ થયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હવે બિલોની મંજૂરી અને ખર્ચની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ડીઝલના વપરાશને લઈને નવા આક્ષેપો સામે આવ્યા છે. જોકે, માત્ર આક્ષેપોથી ગેરરીતિ સાબિત થતી નથી. ડીઝલના રેકોર્ડ, બિલો અને વાહનોના ઉપયોગની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:સોમનાથ મંદિર હસ્તકનું શોપીંગ સેન્ટર જમીનદોસ્ત Demolition કરવામાં આવ્યું
આ પણ વાંચો:રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વિવાદ, 4 કરોડથી વધુ ખર્ચનો દાવો સામે મનપાના આંકડા પર સવાલ
