New Delhi/ 4 ઇન્સ્યોરન્સ કંપની પર IRDA એ ફટકાર્યો 51 લાખ રૂપિયાનો દંડ

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએ) એ ચાર વીમા કંપનીઓને દંડ ફટકાર્યો છે. આ ચાર કંપનીઓ પર 51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Top Stories Business

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએ) એ ચાર વીમા કંપનીઓને દંડ ફટકાર્યો છે. આ ચાર કંપનીઓ પર 51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે કંપનીઓ પર દંડ કરવામાં આવ્યો છે તેમાં એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ, લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ, બજાજ આલિયાન્ઝ અને રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.

પરીક્ષા મોકૂફ / વર્તમાન સ્થિતિને જોતા JEE Main પરીક્ષા મોકૂફ, કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય

આઈઆરડીએ એ એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ પર 25 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આઈઆરડીએ દ્વારા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને 10 લાખ, લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ પર 13 લાખ અને રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે બધા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ નાણાકીય વર્ષ 2017-18માં મોટર થર્ડ પાર્ટી રેગ્યુલેટરી કમિટમેન્ટ્સ પૂરા કર્યા નથી. વળી, લિબર્ટી વીમા અને રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સ મોટર વીમા સેવા પ્રદાતાનાં માર્ગદર્શિકાનું પાલન કરતા નથી. બજાજ આલિયાન્ઝ પર વીમા અધિનિયમ, 1938 નાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

બેકાબુ કોરોના / કોરોનાનું સંકટ ઘેરાયું : નાસિકમાં પ્રિન્ટીંગ પ્રેસ 30 એપ્રિલ સુધી બંધ, ચલણી નોટનું છાપકામ અટકી પડ્યું

આઈઆરડીએએ તાજેતરમાં વીમા કંપનીઓને કેટલીક સૂચનાઓ આપી હતી. આ નિર્ણય આઈઆરડીએ દ્વારા વીમા કંપનીનાં ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યો હતો. આઈઆરડીએએ તમામ વીમા કંપનીઓને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે તેમના મેસેજ ફોર્મેટની નોંધણી કરવા નિર્દેશ આપ્યો હતો. આ વીમા કંપનીનાં ગ્રાહકોને છેતરપિંડીથી સુરક્ષિત કરશે. મેસેજ ફોર્મેટ રજિસ્ટરને કારણે વીમા કંપનીઓ પાસે એક યૂનિક ટેમ્પ્લેટ હશે. આના દ્વારા ગ્રાહકો અસલી અને નકલી મેસેજને ઓળખવામાં સક્ષમ બનશે.