Not Set/ અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી નકામી ગઈ છે, જાણો કેમ થયું આવું ?

એકવાર શીશી ખોલ્યા પછી, તેનો લગભગ અડધો કલાકમાં ઉપયોગ કરવો જોઈએ. જો આ સમયે તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી, તો તે નકામું થઈ જાય છે.

Top Stories India Trending

હાલમ દેશમાં કોરોનાની બીજી ખતરનાક લહેર ચાલી રહી છે. કોરોના કેસનો આંક સતત નવા રેકોર્ડ બનાવી રહ્યોછે. તો સાથે મોતનો આંક પણ લોકોને ડરાવી રહ્યો છે.  ત્યાં લાખો કોરોના રસીના વિનાશના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં રસીના 44 લાખ ડોઝનો વ્યય થઈ ચૂક્યો છે.

માહિતીના અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીમાં આ માહિતી સામે આવી છે. આપને  જણાવી દઈએ કે, આ વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના સામે એક મહાન અભિયાન શરૂ થયું છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં 44 લાખથી વધુ ડોઝનો વ્યય ચિંતાનો વિષય છે.

દેશમાં અત્યાર સુધીમાં 12,71,00,000 લોકોને રસી આપવામાં આવી છે. સરકારે 1 મેથી 18 વર્ષની વયના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, રસીકરણની ગતિ હવે વધુ ઝડપી બનશે.

તમિલનાડુમાં સૌથી વધુ વ્યય
આરટીઆઈ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદ મુજબ, તમિલનાડુમાં 44 લાખ રસીના ડોઝમાંથી સૌથી વધુ 12.૦1 ટકા બગાડ છે. ત્યારબાદ હરિયાણામાં 9.74 ટકા, પંજાબમાં 8.12 ટકા, મણિપુરમાં 7.8 ટકા, તેલંગાણામાં 7.55 ટકા છે.

બંગાળ સહિત આ રાજ્યોમાં ઓછો બગાડ
આરટીઆઈની માહિતી અનુસાર, અંદમાન અને નિકોબાર, દમણ અને દીવ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં કોરોના ડોઝનો સૌથી ઓછો બગાડ હતો.

કેમ આવું થયું
રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે લોકોએ શરૂઆતમાં રસી લેવામાં રસ ઓછો લીધો હતો. ઓછા લોકો રસીકરણ કેન્દ્રો પર પહોંચતા હતા. રસીની એક બોટલમાં થી 10 થી 12 લોકોને રશી આપી શકાય છે. એકવાર શીશી ખોલ્યા પછી, તેનો લગભગ અડધો કલાકમાં ઉપયોગ કરવો જોઈએ. જો આ સમયે તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી, તો તે નકામું થઈ જાય છે.