દેશમાં કોરોના મહામારીના લીધે કોરોનાથી થતાં મોતના આંકડા અતિ ચોકાવનારા છે.વર્લ્ડોમીટરના અનુસાર ભારતમાંછેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 2020 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.ક
ભારતમાં પહેલીવાર એક દિવસમાં બે હજારથી વધુ લોકોના કોરોનાથી માેત થયા છે. આ સમયમાં 294115 નવા કેસો નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાથી મોતના આંકડા ડરાવનારા છે. કોરોના મહામારીથી મરનારાઓની કુલ સંખ્યા 182570 છે.અત્યાર સુધી કુલ 15609004 સંક્રમિત થયા છે.કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા 13269853 થઇ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઇ છે પરતું મહારાષ્ટ્રમાં આ દર 1.5 અને બંગાળમાં 1.6 ટકા છે. 77 ટકા મોત માત્ર આઠ રાજ્યોમાંથી થઇ છે.
ભારતમા્ં છેલ્લા 24 કલાકમાં સૌથા વધારે મરણ મહારાષ્ટ્રમાં નોંધાયા છે 519 લોકોનાં મોત નિપજયાં છે. દિલ્હીમાં 277,છત્તીસગઢમાં 191 યુપીમાં 162 ગુજરાતમાં 121કર્ણાટકમાં 149 પંજાબમાં 60 મધ્યપ્રદેશમાં 77 લોકોનાં મોત થયાછે આ આઠ જિલ્લામાં 1556 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે. અન્ય રાજ્યો સહિત કોરોનાથી મોત થયોલા દર્દીઓની સંખ્યા 2020 છે.
