દેશમાં કોરોનાના લીધે રોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોનાના લીધે ભારતમાં મૃત્યુદર પણ વધી ગયો છે.જેના લીધે અંતિમ સંસ્કારનો ધંધો શરૂ થઇ ગયો છે.કોરોનાના લીધે અતિંમ સંસ્કાર કરવામાં વેઇટિંગ અને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. પરતું આ લાંબી કતારોમાં કે વેઇટિંગ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે .એક કંપની તમામ વિધિ સાથે અંતિમ સંસ્કાર કરી આપશે એ પણ 30 થી 35 હજારમાં
બેગલુરૂમાં સ્થિત અંતયેષ્ટીફયુનરલ સર્વિસ અંતિમ સંસ્કાર કરી આપે છે આ કંપની હાલમાં ચેન્નાઇ,દિલ્હી,જયપુરમાં હાલ સેવા આપી રહી છે. અને ભવિષ્યમાં દેશના અન્ય શહેરોને સાંકળી લેવામાં આવશે. કોઇપણ વ્યક્તિ હોસ્પિટલ કે ઘરે મૃત્યુ પામે અને જો કોઇ આ સેવા મેળવવા ઇચ્છતા હોય તો તેને પેકેજ ઓફર કરાય છે.આ કંપની મૃત્યુદેહને ઉપાડવાથી લઇને ધર્મની વિધિ પ્રમાણે અતિમ સંસ્કાર કરી આપવામાં આવશે. તમને તમામ સુવિધા પુરી પાડવામાં આવશે વાહન સાથે પંડિતની પણ વ્યવસ્થા કંપની કરશે. તમને અસ્થિઓ પણ સોંપે છે.કંપનીને પૈસા ચૂકવ્યા બાદ તમામ વિધિ કંપની કરી આપે છે.
