Viral Video/ રસ્તા પર ઠુમકા લગાવીને કોરોના વાયરસે કર્યો ડાન્સ, જુઓ આ ખાસ વાયરલ વીડિયો

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, ઘણી રાજ્ય સરકારોને લોકડાઉન અંગે નિર્ણય લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે

Videos

ભારતમાં કોરોના વાયરસન કાળો કહેર વરસાવી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોનાના કેસમાં તેજી જોવા મળી રહી છે. 21 એપ્રિલના રોજ, દેશભરમાં કોરોનાના 2.95 લાખથી વધુ દર્દીઓ દેખાયા હતા અને આ મહામારીને કારણે 2 હજાર વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોરોનાના વધતા જતા કેસથી સરકાર અને સામાન્ય લોકો ચિંતિત છે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, ઘણી રાજ્ય સરકારોને લોકડાઉન અંગે નિર્ણય લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સામાજિક અંતરનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. તે દરમિયાન, ત્રિપુરાથી એક ખૂબ જ રમુજી વીડિયો સામે આવી છે જ્યાં લોકો દોરી વડે ‘કોરોના’ને  બાંધીને તેને ડાન્સ કરવી રહ્યા છે. જ્યારે પણ કોરોના લોકોની પાસે આવે છે, ત્યારે લોકો તેના પર સેનિટાઇઝર છાંટીને તેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : સામેથી આવી રહી હતી ટ્રેન, બાળક પડી ગયુ રેલ્વે ટ્રેક પર અને પછી થયો આ ચમત્કાર

આપને જણાવી દઇએ કે આ વીડિયોને શેર કરતી વખતે ભારતીય વન અધિકારી પ્રવીણ કસવાને તેમના ટ્વિટર પર લખ્યું હતું, ‘આ વચ્ચે કોરોના’. આ વીડિયો ત્રિપુરાનો છે.

આ પણ વાંચો :રાત્રી કર્ફ્યુ સમયે ડાન્સનાં તાઈફા, યુવતીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોરોના વાયરસ બન્યો છે. તે કોરોના માસ્ક પહેરીને ડાન્સ કરી રહ્યો છે. તે ભીડની વચ્ચે ડાન્સ કરતો જોવા મળે છે. જેઓ જ તે લોકોની નજીક આવ્યો કે લોકોએ તેના પર સેનેટાઈઝનો છંટકાવ કર્યો. વીડિયોમાં તે ડ્રમ પર ડાન્સ કરતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો :વાઘને એક વાંદરાએ કઈ રીતે ભણાવ્યો પાઠ, જુઓ આ ખાસ વીડિયો

આ પણ વાંચો :શેરને માથે સવા શેર, આ ભેંસે સિંહને આપી ધોબીપછાડ, જુઓ આ ખાસ વિડીયો