Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ SBIએ શરુ કરી નવી સર્વિસ, ખાતું ખોલાવવા ગ્રાહકે બ્રાંચમાં જવું નહીં પડે

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી સેવા (SBI Video KYC Service)શરુ કરી છે. જેથી હવે ગ્રાહકોએ ખાતું ખોલાવવા બ્રાંચમાં જવાની જરુર પડશે નહીં. પરંતુ ઘેરબેઠા વીડિયો દ્વારા ખાતું ખોલાવી શકાશે. એસબીઆઇએ પોતાની મોબાઇલ બેન્કિંગ એપ YONO પર ખાતુ ખોલાવવા માટે એક વીડિયો KYC આધારિત સુવિધા શરુ કરી છે. […]

April 23, 2021Hemangi jani
Business

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી સેવા (SBI Video KYC Service)શરુ કરી છે. જેથી હવે ગ્રાહકોએ ખાતું ખોલાવવા બ્રાંચમાં જવાની જરુર પડશે નહીં. પરંતુ ઘેરબેઠા વીડિયો દ્વારા ખાતું ખોલાવી શકાશે.

એસબીઆઇએ પોતાની મોબાઇલ બેન્કિંગ એપ YONO પર ખાતુ ખોલાવવા માટે એક વીડિયો KYC આધારિત સુવિધા શરુ કરી છે. તેથી ગ્રાહક બ્રાંચમાં ગયા વિના ખાતા ખોલાવવા સંબંધિત તમામ કામ કરી શકશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)અને ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ ડિજિટલ પ્લેટફોર્મ એક સંપર્ક રહિત અને પેપરલેસ પ્રક્રિયા (SBI Video KYC Service) છે. કોરોના મહામારીના ટેન્શનમાં આ સેવા કારગત પુરવાર થશે.

આ વીડિયો કેવાયસી સુવિધા એસબીઆઇમાં નવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માગતા ગ્રાહકે માટે છે. આ સુવિધાનો લાભ લેવા માટે યોનો એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ ન્યૂ ટૂ એસબીઆઇ પર ક્લિક કરી ઇંસ્ટા પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે.

આરબીઆઈની ગાઈડલાઈન્સ મુજબ વિડીયો કેવાયસી માટે ફેશિયલ રિકોગ્નિશન, ડાયનામિક વેરિફિકેસન કોડ, લાઈવ ફોટો કેપ્ચર અને જિયો ટેગિંગ જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

વિડીયો કેવાયસી માટે ગ્રાહકે બેંકની એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. તે પછી બેંક એક લિંક મોકલે છે. તેમાં ગ્રાહકનું નામ, પાન નંબર અને આધાર ડીટેઈલ એન્ટર કરવાની હોય છે.

તે પહેલા એપમાં પોતાનો આધાર નંબર નોંધવાનો રહેશે. ત્યાર બાદ પર્સનનલ વિગતો ભરવાની રહેશે. પછી કેવાયસી પ્રક્રિયા પુરી કરવા માટે વીડિયો કોલ શિડ્યુલ કરવી પડશે. વીડિયો કેવાયસી (SBI Video KYC Service) સફળ રીતે પુરી થયા બાદ ખેતુ ખુલી જશે.

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ થોડા દિવસો પહેલાં પોતાના 40 કરોડ ગ્રાહકોને એક ખાસ માહિતી આપી હતી.. જેમનું બેન્કમાં બચત ખાતુ, ચાલુ (કરન્ટ) ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ કે રિકરિંગ એકાઉન્ટ છે, તે ગ્રાહકોએ આ માહિતી જરુર જોવી જોઇએ. જેમાં એસબીઆઇએ ગ્રાહકોને પોતાના એકાઉન્ટમાં નોમિની રજીસ્ટ્રેશન કરાવી લેવા કહ્યું હતુ.

એસબીઆઇએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ આ માહિતી આપતા લખ્યું છે કે ત્રણ રીતે સેવિંગ્સ, કરન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ માટે નોમિની રજીસ્ટ્રેશન કરી શકાય છે. ગ્રાહકો બેન્કની વેબસાઇટ onlinesbi.in કે YONO SBI એપ કે બ્રાંચ પર જઇ નોમિની (વારસદાર)નું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Post navigation

‘મુક્તિ ભવન’ અને ‘તિતલી’ જેવી ફિલ્મોના અભિનેતા લલિત બહલનું કોરોનાથી નિધન
દુનિયાના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ પર નોધાયો કોરોનાનો કેસ

More Posts

શેરબજાર/ સેન્સેક્સમાં 955 પોઈન્ટની અફરાતફરી જોવા મળી

October 25, 2021Hemangi jani
Fortis Healthcare's former promoter Shivinder Singh filed a complaint against his elder brother

Not Set/ ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદરસિંહે તેના મોટા ભાઈની સામે નોંધાવી ફરિયાદ

September 6, 2018September 5, 2018harshjit jani
Crude Oil

Business News/ ઇઝરાયલ-લેબેનોન યુદ્ધવિરામની અસરે કાચા તેલના ભાવ ગગડ્યા, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 96 ડોલર પર આવ્યું

June 4, 2026June 4, 2026Kavita Solanki

Share Market/ 2021ના વર્ષંમાં શેરબજારની વિક્રમી તેજીએ વધારી દીધી અબજોપતિની સંખ્યા… 85થી વધીને થઇ 126

December 28, 2021Hemangi jani

Business News/ સ્વિસ બેંકોમાં ભારતીયોએ જમા કરાવ્યા 37600 કરોડ રૂપિયા, રેકોર્ડ ત્રણ ગણો વધારો, જાણો આટલા પૈસા ક્યાંથી આવ્યા, શું આ કાળું નાણું છે?

June 21, 2025June 21, 2025Panara Mansi
LPG Gas Price

ભાવ વધારો/ સામાન્ય નાગરિક મોંઘવારી માટે રહે તૈયાર, LPG સિલિન્ડરનાં ભાવમાં આજે થયો ભડકો

December 1, 2021December 1, 2021hardik shah

Not Set/ મોદી સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી હોલમાર્ક વિના નહી વેચાઇ શકે સોનાનાં દાગીના

November 30, 2019November 30, 2019hardik shah

Not Set/ ટીસીએસ ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે દેશની સૌથી મોટી આઈ.ટી કંપની બની

April 13, 2018April 13, 2018arjun patel

Not Set/ સિલિન્ડર/ વાણિજ્યિક ગેસ સિલિન્ડરમાં 225 રૂપિયાનો વધારો, જાણો શું છે નવી કિંમતો..

February 1, 2020Bhavesh Vyas
દરિયાઈ

export/ ભારતના દરિયાઈ દરવાજાને તાળું વાગ્યું ! 2.5 લાખ કરોડનું નુકસાન થશે, દરેક નાના-મોટા વેપારીઓને ફટકો પડશે.

January 12, 2024January 12, 2024khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy