Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ SBIએ શરુ કરી નવી સર્વિસ, ખાતું ખોલાવવા ગ્રાહકે બ્રાંચમાં જવું નહીં પડે

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી સેવા (SBI Video KYC Service)શરુ કરી છે. જેથી હવે ગ્રાહકોએ ખાતું ખોલાવવા બ્રાંચમાં જવાની જરુર પડશે નહીં. પરંતુ ઘેરબેઠા વીડિયો દ્વારા ખાતું ખોલાવી શકાશે. એસબીઆઇએ પોતાની મોબાઇલ બેન્કિંગ એપ YONO પર ખાતુ ખોલાવવા માટે એક વીડિયો KYC આધારિત સુવિધા શરુ કરી છે. […]

April 23, 2021Hemangi jani
Business

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી સેવા (SBI Video KYC Service)શરુ કરી છે. જેથી હવે ગ્રાહકોએ ખાતું ખોલાવવા બ્રાંચમાં જવાની જરુર પડશે નહીં. પરંતુ ઘેરબેઠા વીડિયો દ્વારા ખાતું ખોલાવી શકાશે.

એસબીઆઇએ પોતાની મોબાઇલ બેન્કિંગ એપ YONO પર ખાતુ ખોલાવવા માટે એક વીડિયો KYC આધારિત સુવિધા શરુ કરી છે. તેથી ગ્રાહક બ્રાંચમાં ગયા વિના ખાતા ખોલાવવા સંબંધિત તમામ કામ કરી શકશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)અને ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ ડિજિટલ પ્લેટફોર્મ એક સંપર્ક રહિત અને પેપરલેસ પ્રક્રિયા (SBI Video KYC Service) છે. કોરોના મહામારીના ટેન્શનમાં આ સેવા કારગત પુરવાર થશે.

આ વીડિયો કેવાયસી સુવિધા એસબીઆઇમાં નવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માગતા ગ્રાહકે માટે છે. આ સુવિધાનો લાભ લેવા માટે યોનો એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ ન્યૂ ટૂ એસબીઆઇ પર ક્લિક કરી ઇંસ્ટા પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે.

આરબીઆઈની ગાઈડલાઈન્સ મુજબ વિડીયો કેવાયસી માટે ફેશિયલ રિકોગ્નિશન, ડાયનામિક વેરિફિકેસન કોડ, લાઈવ ફોટો કેપ્ચર અને જિયો ટેગિંગ જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

વિડીયો કેવાયસી માટે ગ્રાહકે બેંકની એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. તે પછી બેંક એક લિંક મોકલે છે. તેમાં ગ્રાહકનું નામ, પાન નંબર અને આધાર ડીટેઈલ એન્ટર કરવાની હોય છે.

તે પહેલા એપમાં પોતાનો આધાર નંબર નોંધવાનો રહેશે. ત્યાર બાદ પર્સનનલ વિગતો ભરવાની રહેશે. પછી કેવાયસી પ્રક્રિયા પુરી કરવા માટે વીડિયો કોલ શિડ્યુલ કરવી પડશે. વીડિયો કેવાયસી (SBI Video KYC Service) સફળ રીતે પુરી થયા બાદ ખેતુ ખુલી જશે.

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ થોડા દિવસો પહેલાં પોતાના 40 કરોડ ગ્રાહકોને એક ખાસ માહિતી આપી હતી.. જેમનું બેન્કમાં બચત ખાતુ, ચાલુ (કરન્ટ) ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ કે રિકરિંગ એકાઉન્ટ છે, તે ગ્રાહકોએ આ માહિતી જરુર જોવી જોઇએ. જેમાં એસબીઆઇએ ગ્રાહકોને પોતાના એકાઉન્ટમાં નોમિની રજીસ્ટ્રેશન કરાવી લેવા કહ્યું હતુ.

એસબીઆઇએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ આ માહિતી આપતા લખ્યું છે કે ત્રણ રીતે સેવિંગ્સ, કરન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ માટે નોમિની રજીસ્ટ્રેશન કરી શકાય છે. ગ્રાહકો બેન્કની વેબસાઇટ onlinesbi.in કે YONO SBI એપ કે બ્રાંચ પર જઇ નોમિની (વારસદાર)નું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Post navigation

‘મુક્તિ ભવન’ અને ‘તિતલી’ જેવી ફિલ્મોના અભિનેતા લલિત બહલનું કોરોનાથી નિધન
દુનિયાના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ પર નોધાયો કોરોનાનો કેસ

More Posts

Not Set/ શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

August 10, 2021August 11, 2021padma prajay

richest billionaires/ ફોર્બ્સની યાદીમાં કોણ છે સૌથી ધનિક? સૌથી અમીર ભારતીય તરીકે…

April 4, 2024April 4, 2024Komal Patel

Stock Market/ શેરબજારમાં આજે  સેન્સેક્સ 69,654 પોઈન્ટ અને નિફ્ટી 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ થયો

December 6, 2023December 6, 2023Heena Dave

Not Set/ સતત બીજા દિવસે પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો સામાન્ય ઘટાડો

May 31, 2018May 31, 2018Nirmal Acharya

Not Set/ #શેરબજાર : શેર માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સમાં 770 પોઇન્ટની ઘટ

September 3, 2019Bhavesh Vyas

ભાવવધારો/ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પેટ્રોલ રૂ. ૭૫ અને ડીઝલ રૂ.૬૮નાં ભાવે મળી શકે છે…

March 5, 2021March 5, 2021padma prajay

Not Set/ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો,સરકારને ચૂકવવા પડશે 92,000 કરોડ

October 24, 2019Maya Sindhav

New Delhi/ ‘છેલ્લા 10 વર્ષમાં આવકમાં કોઈ વધારો થયો નથી’; માર્સેલસ CIO માને છે કે દેશનો મધ્યમ વર્ગ મોટા સંકટનો સામનો કરી રહ્યો છે

March 15, 2025Yogesh Vaghela

Reliance Jio IPO/ મુકેશ અંબાણી છે ધૂમ મચાવવાની તૈયારીમાં, 2025માં આવી શકે છે રિલાયન્સ જિયોનો મેગા-IPO

July 11, 2024Mansi Panara

Business News/ તૂટી ગયો રેકોર્ડ… ભરાઈ ગઈ તિજોરી, એપ્રિલમાં અત્યાર સુધીનો સૌથી વધુ GST કલેક્શન

May 1, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy