Not Set/ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર એક્ષપાયરી ડેટના રેમડેસિવિર ઈન્જેકશનની કાળાબજારી કરતા ઝડપાયો

પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે. અને તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડીકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરદીયા હતા. જેમાં પોલીસે મેડીકલ સ્ટોર હેડ ઓફ ડીપાર્ટમેન્ટ વિશાલ ની પણ ધરપડક કરી છે. જયારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

Gujarat Others Trending

સુરતમાં એક્ષપાયરી ડેટના ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે. અને તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડીકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરદીયા હતા. જેમાં પોલીસે મેડીકલ સ્ટોર હેડ ઓફ ડીપાર્ટમેન્ટ વિશાલ ની પણ ધરપડક કરી છે. જયારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો અગાઉ રેમડેસિવિર ઈન્જેકશનની થતી કાળાબજારી ઝડપી પાડી હતી. અને હવે સુરતમાં એક્ષપાયરી ડેટના વેચતા હોવાનું રેકેટ ઝડપાયું છે. ઘટના કાંઇક એમ છે કે પુણાગામ સ્થિત આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી પાસે રહેતા કાપડ વેપારી જીગ્નેશભાઈ જયસુખભાઈ માલાણીના મામાનો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના માટે રેમડેસિવિર ઈન્જેકશનની જરૂર પડી હતી. દરમ્યાન કાપડ વેપારી જીગ્નેશભાઈને મિત્રો થકી વાયા વાયા અડાજણ સ્થિત આનંદ વાટિકામાં રહેતા દિવ્યેશકુમાર સંજયભાઇ પટેલ સાથે થયો હતો.

જીગ્નેશભાઈએ દિવ્યેશને ફોન કરીને સંપર્ક કર્યો હતો અને એક ઇન્જેક્શનના ૭ હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું દરમ્યાન ઈન્જેકશનની ખાસ જરૂર હોય જીગ્નેશભાઈ ૭ હજાર રૂપિયા આપવા તૈયાર થઇ ગયા હતા અને ૬ ઇન્જેક્શનના ૪૨ હજાર રૂપિયા ચૂકવી તેની પાસેથી અઠવાગેટ નજીક ઇન્જેક્શન મેળવી લીધા હતા. પરંતુ ઇન્જેક્શન જીગ્નેશભાઈને શંકા જતા ઈન્જેકશ એક્ષ્પાયરી ડેટના હતા. અને બાદમાં દિવ્યેશ નામના વ્યક્તિને બોલાવી તેને ઝડપી પાડી સરથાણા પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે જીગ્નેશ સામે ગુનો નોંધ્યો છે અને તે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો, ઇન્જેક્શન એક્ષપાયરી ડેટના છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી હતી. દરમ્યાન આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. અને દિવ્યેશને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિવ્યેશની કડક પૂછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા મિત્ર વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થી પાસેથી ૫૪૦૦ રૂપિયામાં ખરીદ્ય હતા આરોપી વિશાલ અવસ્થી કે.પી. સંઘવી હોસ્પીટલમાં મેડીકલ સ્ટોરમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશાલ અવસ્થીની પણ ધરપકડ કરી હતી. અને તેણે પણ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. વધુમાં પોલીસ તપાસમાં ઇન્જેક્શન એક્ષ્પાયરી ડેટના હતા અને તેની મૂળ રકમ કરતા બમણી રકમ લઈને વેચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

એક્સપાયરી ડેટના ઈન્જેકશ દિવ્યેશ પટેલ જેની પાસેથી લાવ્યો હતો તે વિશાલ અવસ્થી રીંગરોડ સ્થિત કે.પી. સંઘવી હોસ્પિટલ અને ઉધના વિસ્તારની જીવન જ્યોત હોસ્પિટલના મેડીકલ સ્ટોરનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. પોલીસે વિશાલની પણ રાતોરાત ધરપડક કરી હતી. તેની પૂછપરછમાં ઉપરોક્ત બંને મેડીકલ સ્ટોરમાંથી ૮ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શનનો નિકાલ કરવા માટે આપ્યા હતા. પરંતુ વિશાલે નિકાલ કરવાને બદલે ૬ ઇન્જેક્શન દિવ્યેશને વેચી દીધા હતા. જો કે દિવ્યેશ ઝડપાઈ જતા તેણે ૨ ઈન્જેકશનનો નિકાલ કરી દીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો સવારથી લાઈનમાં ઉભા રહે છે. અને મહામારીના આ સમયમાં પણ આવા આરોપીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવવા માટે આવા કીમિયા અજમાવી રહ્યા છે. હાલ આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ મામલે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ પ્રકારણમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઇ શકે છે.