Not Set/ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોના સંક્રમિત, બે દિવસથી હતા ગૃહમંત્રી અમિત શાહની સાથે

ગુજરાતના નાયબ મુમ્યમંત્રી પણ કોરોના સંક્રમણમાંથી બાકાત રહ્યા નથી. તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને હાલ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાની માહિતી સામે આવી રહી છે. દેશમાં કોરોના સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રોજ કોરોના સંક્રમણના નવા કેસો સાથે આંકડો વધતો જઇ રહ્યો છે. […]

Top Stories

ગુજરાતના નાયબ મુમ્યમંત્રી પણ કોરોના સંક્રમણમાંથી બાકાત રહ્યા નથી. તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને હાલ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાની માહિતી સામે આવી રહી છે.

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રોજ કોરોના સંક્રમણના નવા કેસો સાથે આંકડો વધતો જઇ રહ્યો છે. ત્યાં આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ છેલ્લા બે દિવસથી દેશના ગૃહમંત્રી અમિતશાહની સાથે અલગ અલગ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. તેમના સંક્રમિત થયા બાદ એવા તમામ નેતાઓ સંક્રમિત થવાની આશંકા છે. જે છેલ્લા કેટલક દિવસોથી તેમની સાથે સંપર્કમાં હતા.

પાછલા બે દિવસથી ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. ગૃહમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને સંપર્કમાં હતા. આજે સવારે ગૃહમંત્રીએ ઓક્સિજન પ્લાન્ટનું ઉધઘાટન પણ કર્યુ હતું. તે સમયે પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમની સાથે જોવા મળ્યા હતા. ત્યારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા પછી નિતીન પટેલ હાલ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે. તમને જણાવી દઇએ કે તેમના પહેલાં અનેક નેતાઓ સંક્રમિત થઇ ચૂકયા છે.

ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝીટીવ થયા હતા, ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી સચિવાલયમાં પણ કોરોનાનો રાફડો ફાટતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ થયા છે. સચિવાયલમાં મંત્રીઓના અંગત સચિવોથી લઇને તેમના સ્ટાફના કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે.

આ પહેલાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અને નેતાઓને કોરોના સંક્રમણ લાગી ચૂકયુ છે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં જબરજસ્ત રીતે કોરોના સંક્રમણ વધતુ જઇ રહ્યુ છે. ગુજરાતમાં રોજ કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે.