Not Set/ સ્મશાનમાં 11 દિવસનો મૃત્યુઆંક 51, સરકારના ચોપડે….

11 દિવસમાં કોવીડ સ્મશાનના મૃત્યુઆંક તરફ નજર કરીએ તો 51 નો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. આમ માત્ર 11 દિવસમાં મૃત્યુઆંક હાફ સેન્ચુરી સુધી પોહચી ગયો છે.

Gujarat Others Trending

માત્ર 11 દિવસમાં મૃત્યુઆંકની હાફ સેન્ચુરી

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર તરખાટ માંચાવી રહી છે. રાજ્યમાં સતત મોટો આંક વધી રહ્યો છે. સ્મશાન ગૃહમાં સતત સળગતી ચિતાઓ કઈંક જુદો જ ચિતાર આપી રહી છે. જયારે સરકારી ચોપડા કાઈ અલગ મૃત્યુ આંક  દર્શાવી રહ્યું છે. અને આવી જ પરિસ્થિતિ  ગુજરાતના મોટા ભાગન જીલ્લાની છે. સરકાર આંકડા છુપાવવામાં જે મહેનત કરી રહી છે. એટલો જ પરિશ્રમ કોવિડ વ્યવસ્થાપનમાં કરવાની જરૂર હાલ તો જણાઈ રહી છે. અન્યથા લાશોના શહેરમાં રાજ કરવા જેવી હાલ સર્જાતા વાર નહિ લાગે.

નાધેર પંથકમાં દિનપ્રતદીન કોરોનાનો કેઇસમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ઊના પંથકમાં કોરોના એ કહેર વરસાવ્યો હોય તેમ દિનપ્રતિદીન કોરોના ના કેસો વધી રહ્યાં છે. તેની સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જે રીતે નાધેર પંથકમાં મૃત્યુના આંકડા સામે આવી રહ્યા છે. તે દુઃખદ છે. પરંતુ અહીંયા મૃત્યુ આંક લખવો પણ અમારા માટે જરૂરી એટલા માટે છે કે લોકો સાચી બાબતથી વાકેફ થાય અને આપણી સામે આવેલી કોરોના માહામારીની ગંભીરતા સમજે અને આ પરિસ્થિતી બદલવામાં સરકાર તેમજ તંત્રને સહયોગ આપે.

ઉના શહેરમાં જે રીતે કોરોના ના કેસો વધી રહ્યા હતા. અને કોરોનાથી મોત થતા હોય ન.પા. દ્વારા તાત્કાલીક કોવીડ સ્મશાન તા.15 એપ્રિલના રોજ કાર્યરત કર્યુ. અને આજે 11 દિવસમાં કોવીડ સ્મશાનના મૃત્યુઆંક તરફ નજર કરીએ તો 51 નો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. આમ માત્ર 11 દિવસમાં મૃત્યુઆંક હાફ સેન્ચુરી સુધી પોહચી ગયો છે. તેની સામે સરકારી ચોપડે મૃત્યુઆંક ઝીરો હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે આજે કોરોનાથી નવ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવેલ છે. બીજી તરફ રોજબ રોજ કોરોનાના વધતા કેઇસો સામે તંત્ર દ્વારા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ નિયમિત થતી ન હોય તેમ આજે ઉના શહેરી આરોગ્ય કેન્દ્ર પર રેપીડ કિટ જ આવેલ ન હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અને શહેરની એકપણ હોસ્પીટલમાં નથી બેડ ઉપલબ્ધ કે નથી ઓક્સીજન કે નથી વેન્ટીલેટર આ પરિસ્થિતીમાં લોકોને સમયસર અને પુરતી સારવાર મળતી ન હોવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે.

ઉનાના નામાંકીત એડવોકેટનું મૃત્યુ….

પૂર્વ કાયદા મંત્રી સ્વ રસીકભાઇ આચાર્યના પુત્ર એડવોકેટ નરેન્દ્રભાઇ આચાર્યનું વહેલી સવારે કોવીડ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યું થતાં વકીલ મંડળ તેમજ શહેરમાં શોકની લાગણી ફેલાઇ ગયેલ હતી.

3 દિવસમાં અંતરમાં માતા તથા બે પુત્રના મોત નિપજ્યા…

ઉના શહેર નામાંકીત સોની પરીવારમાં ધરના તમામ સભ્યો સંક્રમિત હોય જેમાં માતા તથા બન્ને પુત્રો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેમાં ગુરૂવારે માતાનું શુક્રવારે નાના પુત્રનું અને રવિવારે મોટા પુત્રનું મોત નિપજતા સોની સમાજમાં શોકની લાગણી છવાઇ ગયેલ છે.