ભારતમાં કોરોના મહામારીના લીધે દેશમાં ભયંકર સ્થિતિનું નિર્ણાણ થયું છે.અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. ઓક્સિજનના લીધે લોકો મરી રહ્યા છે. કોરોના સામે લડવા માટે વિશ્વભરમાંથી સહાય મળી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી બ્રેટ લીએ ભારતમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે એક બિટકોઇન દાનમાં આપશે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી એ ભારતમાં કોરોના કહેર પરિસ્થિતિ સામે લડવા માટે એક બિટકોઇન દાનમાં આપ્યું છે એક બિટકોઇન એટલે 41 લાખ રૂપિયા છે. બ્રેટ લી એ કહ્યું હતું કે ભારત હમેંશા માટે બીજા ઘર સમાન છે.તેણે વધુમાં કહ્યું હતું કે www.cyptorelief.in માં એક બિટકોઇન દાનમાં આપુ છું.તેના દ્વારા ભારતની વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન પુરૂ પાડવામાં આવશે,
