રીયલ હીરો/ 20 દિવસથી ઘરે ગયો નથી, બાળકોની ઈચ્છા હતી એટલે ઘરની બહાર ઉભા રહી ઉજવણી કરી  :ડોક્ટર વિશાલ ઠક્કર

 20 દિવસ થી ઘરે ગયો નથી, બાળકો ની ઈચ્છા હતી એટલે ઘરની બહાર ઉભા રહી ઉજવણી કરી 

Top Stories Gujarat Others

પોતાના પરિવારને કોરોના નો કોઈ ચેપ ન લાગે તે માટે 20 દિવસ થી પોતાના માતા-પિતા , પત્ની અને બાળકો થી દૂર હોસ્પિટલમાં રહે છે. 

બનાસકાંઠાના ડીસામાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા તબીબે પોતાને લગ્નની આઠમી વર્ષગાંઠ ની અનોખી રીતે ઉજવણી કરી હતી. છેલ્લા 20 દિવસથી તેઓ ઘરે ગયા નથી જોકે ગઈ કાલે પરિવારજનોના આગ્રહથી ઘર ગયા બાદ બહાર 10 ફૂટ દૂર ઊભા રહી તેમની પત્નીએ બાળકો સાથે કેક કાપી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

અત્યારે કોરોના મહામારી ના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેમાંના એક છે ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ ડો. વિશાલ ઠક્કર જેઓ છેલ્લા 20 દિવસથી તેમની હોસ્પિટલમાં સતત કોવિડ ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પોતાના પરિવારને કોરોના નો કોઈ ચેપ ન લાગે તે માટે 20 દિવસ થી પોતાના માતા-પિતા , પત્ની અને બાળકો થી દૂર હોસ્પિટલમાં રહે છે.

એટલું જ નહીં પરંતુ તેમની હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો તેમની હોસ્પિટલમાં જ રહે છે ગઈકાલે ડોક્ટર વિશાલ ઠાકરના લગ્ન ની આઠમી વર્ષગાંઠ હતી. જેથી તેમની પત્ની બાળકો અને પરિવારના ખૂબ જ આગ્રહવશ થી તેઓ પોતાના ઘરે ગયા હતા. જોકે ઘરે ગયા બાદ પણ ઘરની બહાર ઉભા રહ્યા. તેમના લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમની પત્નીએ ઘરની અંદર બાળકો સાથે રહી કેક કાપી, જ્યારે ડોક્ટર વિશાલ ઘરની બહાર ઉભા રહ્યા હતા.

 20 દિવસ થી ઘરે ગયો નથી, બાળકો ની ઈચ્છા હતી એટલે ઘરની બહાર ઉભા રહી ઉજવણી કરી 

અત્યારે ડોક્ટર વિશાલ ઠક્કર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. સતત 20 દિવસથી તેઓ પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે, તેમના લગ્ન બાદ પ્રથમ વખત તેઓ આટલા સમય સુધી પોતાના પરિવારથી દૂર રહી લોક સેવા કરે છે. જેથી તેમની પત્ની કિંજલ ઠક્કર પણ તેમને પુરતી હુંફ અને સ્નેહ આપે છે. તેમજ પરિવારનું ધ્યાન રાખે છે. અને તેમના પતિ જે તે કામ કરી રહ્યા છે તે માટે તેઓ પણ ગર્વ મહેસૂસ કરે છે .