બોલિવૂડમાં 90 નાં દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવીના ટંડન આજે પણ કોઇને કોઇ કારણસર હેડલાઇન્સમાં બની રહે છે. સુંદરતા અને તેના અભિનયથી બધાનાં દિલમાં રાજ કરનારી રવીના ટંડન આજે પણ સુંદરતામાં કોઇને પણ માત આપી શકે છે, તે હજી પણ હોટ લાગે છે. રવીનાનાં ફિગર અને ફિટનેસથી લોકો ખુબ પ્રભાવિત થયા છે.

આપને જણાવી દઇએ કે, 1991 માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ થી ફિલ્મની સફરની શરૂઆત કરનારી રવીના આજે પણ તેની ગ્લેમરસ અને હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે.

46 વર્ષની ઉંમરે પણ રવીનાની સ્ટાઇલ બધાને ચોંકાવી રહી છે. રવીનાની કેટલીક તસવીરો એ વાતનો પુરાવો છે કે ઉંમર તેના માટે માત્ર એક આંકડો જ છે.

આજનાં યુગમાં દરેક અભિનેત્રી હોટ અને બોલ્ડ લાગે છે પરંતુ 90 નાં દાયકામાં બોલ્ડ અભિનેત્રીઓની સૂચિ ઘણી ઓછી હતી અને આ યાદીમાં રવીનાનું નામ ટોચ પર હતું.

લોકોનાં દિલને તોડીને રવીનાએ ઉદ્યોગપતિ અનિલ થડાની સાથે લગ્ન કર્યા અને વર્ષ 2004 માં પોતાનુ ઘર વસાવી લીધુ હતુ.

તેની પ્રથમ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને તેને ફિલ્મફેર લક્સ ફેસ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો.

આ પછી રવીનાએ ક્યારે પણ પાછુ વળીને જોયું નથી. ‘મોહરા’, ‘દિલવાલે’ અને ‘લાડલા’ જેવી તેની ઘણી ફિલ્મ્સ બેક ટુ બેક હિટ બની હતી.

રવીના ટંડન પણ તેના અભિનયની સાથે તેની બોલ્ડનેસનાં કારણે પણ ખૂબ પ્રખ્યાત હતી. રવીના તેના સમયમાં પુરુષોનો પ્રેમ હતી.

તેને અનેકો ફિલ્મો માટે ફિલ્મફેર જેવા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે.

રવીનાએ તેની ફિલ્મી કેરિયરમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોની ઓફરને છોકર મારી દીધી હતી. જેનો તેને તે ફિલ્મ્સનાં રિલીઝ થયા પછી અફસોસ થયો છે.

