રાજયમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે.કોરોનાની પરિસ્થિત સામે એકજુટથી લડવાનું છે ત્યારે ખાનગી હોસ્પિટલના સંચાલકો મહામારીમાં કમાવવાની તક જતી કરતાં નથી,તેમની માનવતા મરી પરવારી છે. ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાનગી હોસ્પીટલમાં એડમીટ થયેલા દર્દીનું મોત થયું હતું. જેથી હોસ્પિટલજનોએ મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. આ ઘટનાને લઈને ભારે હોબાળો પણ મચ્યો હતો, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી હતી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાથી સાબિત થઇ રહ્યું છે કે સુરતમાં માનવતા મરી પરવારી છે. મૃતક મૂળ ઓરિસ્સાનો છે અને અહીં ટેક્સટાઇલમાં કામ કરતો હતો.
પાંડેસરા ખાતે રહેતા ઓડિયા સમાજના ભગવાન નાયકને પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા ડીપોઝીટ પેટે પૈસાની માંગણી કરવામાં આવી હતી, આ હોસ્પિટલે યુવકનું મોત થતા તેના મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પરિસ્થિતિને થાળે પાડી હતી. મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું છે.પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.
