મત ગણતરી/ બંગાળમાં કોને મળશે જીત અને કોને મળશે હાર, આજે છે પરિણામનો દિવસ

દેશમાં જ્યા એક તરફ કોરોનાવાયરસનાં દૈનિક કેસો 3 લાખને પાર પહોંચી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રોજ 3 હજારથી વધુ લોકોનાં મોત થઇ રહ્યા છે. જ્યા સ્થિતિ રોજ કફોડી બનતી જઇ રહી છે, ત્યારે આ સમયે દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીની મત ગણતરી થઇ રહી છે.

Top Stories India

દેશમાં જ્યા એક તરફ કોરોનાવાયરસનાં દૈનિક કેસો 3 લાખને પાર પહોંચી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રોજ 3 હજારથી વધુ લોકોનાં મોત થઇ રહ્યા છે. જ્યા સ્થિતિ રોજ કફોડી બનતી જઇ રહી છે, ત્યારે આ સમયે દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીની મત ગણતરી થઇ રહી છે. જેમા પશ્ચિમ બંગાળમાં 292 બેઠકો, આસામમાં 126, કેરળમાં 140, તમિલનાડુમાં 234 અને પડ્ડુચેરીની 30 બેઠકોની મતગણતરી હાલમાં ચાલી રહી છે. આ પાંચેય રાજ્યોનાં વલણો હવે આવવા લાગ્યા છે. વળી જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહી આજે કોણ ખેલા હોબેનાં પક્ષમાં છે અને કોણ પોરીવર્તનનાં પક્ષમાં તેનું પરિણામ આજે આપણી સમક્ષ હશે.

પ્રતિબંધ / લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી

આપને જણાવી દઇએ કે, માનવામાં આવે છે કે આ વખતનાં ચૂંટણી પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 ની 294 બેઠકોમાંથી 292 બેઠકોનાં પરિણામો આજે આવશે. બે બેઠકો પર ઉમેદવારોનાં મોત થયા હોવાના કારણે 16 મી મે નાં રોજ આ બેઠકો પર મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરિફાઇ શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી આ વખતે ચૂંટણીમાં 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ફરીથી સરકાર રચવાનો વિશ્વાસ ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું, જેમાં કુલ મતદારોની સંખ્યા 7,28,11,254 હતી. 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન થયું હતું. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જય શ્રી રામનાં નારા લગાવ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભજવાયું ગીત ખૂબ જ પ્રખ્યાત થયુ હતું. જ્યારે ભાજપે સોનાર બંગાળ બનાવવાનું વચન આપ્યું હતું, ત્યારે તૃણમૂલે કહ્યું કે બંગાળને તેની પુત્રી જોઈએ છે. આપને જણાવી દઇએ કે, આ ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ અને અન્ય નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

સુપ્રીમ કોર્ટ / 700 થી વધુ શિક્ષકોના મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા ? UP સરકાર તેમજ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

બે વખતનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને ભવાનીપુર બેઠક છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. મમતાએ આ બેઠક 2011 ની પેટા ચૂંટણીમાં જીતી હતી. નંદીગ્રામમાં, મમતા બેનર્જીની મુખ્ય હરિફાઇ ભારતીય જનતા પાર્ટીનાં તેમના પૂર્વ સાથી સુવેન્દુ અધિકારી સાથે છે. બંગાળની ચૂંટણીમાં આ બેઠક સૌથી વધુ હેડલાઇન્સમાં છે. અહીં કોંગ્રેસ-ડાબેરી મોરચા-આઇએસએફ ગઠબંધને નંદિગ્રામ સીટ પરથી સીપીએમ યુવા વિંગનાં પ્રદેશ પ્રમુખ મીનાક્ષી મુખર્જીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં તેઓ સીએમ મમતા બેનર્જી અને ભાજપનાં સુવેન્દુ અધિકારીઓની વિરુદ્ધમાં છે. ટોલીગંજ બંગાળની ખૂબ જ ખાસ બેઠકમાં આવે છે. કેન્દ્રીય મંત્રી અને આસનસોલનાં બે વખતનાં સાંસદ, બાબુલ સુપ્રિયો, દક્ષિણ કોલકાતામાં હાઈપ્રોફાઇલ ટોલીગંજ વિધાનસભા મત વિસ્તારથી મમતા બેનર્જીની નજીકનાં રાજ્ય પ્રધાન,ટીએમસી ઉમેદવાર અરૂપ બિસ્વાસ સાથે સ્પર્ધા છે. સુપ્રિયો 2014 ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં જોડાયા હતા, જેમા શાસક ટીએમસીનાં ડોલા સેનને 60,000 મતોથી હરાવી દીધો હતો. પ્રથમ વખત ચૂંટણી લડનારા ચંદન નગરનાં પૂર્વ પોલીસ કમિશનર હુમાયુ કબીરને ડેબરા મત વિસ્તારમાંથી શાસક ટીએમસીએ મેદાનમાં ઉતાર્યા છે. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આ વર્ષની શરૂઆતમાં તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભાજપનાં કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી જેમણે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ટર્નકોટ સુવેન્દુ અધિકારી દ્વારા આયોજીત એક રેલીમાં “ગોલો મારો (તેમને ગોળી મારો) નાં નારા લગાવ્યા હતા. ડેબરા કબીરનું વતન પણ છે.