Not Set/ મમતા બેનર્જીની ધમાકેદાર જીત, ભાજપનાં શુભેન્દુ અધિકારીની સામે 1200 મતોથી મેળવી જીત

મમતા બેનર્જીએ આ બેઠક પર જીત મેળવી લીધી છે. અંતિમ રાઉન્ડ પૂરો થયા બાદ તે લગભગ 1200 મતે જીતી ગયા છે.

Top Stories India
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીત
  • નંદીગ્રામ બેઠકથી મમતા બેનર્જીની જીત
  • મમતા બેનર્જીની 1200 મતોથી જીત
  • ભાજપના શુભેન્દુ અધિકારીની સામે જીત

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલા વિધાનસભાની ચૂંટણીઓ માટે મતોની ગણતરી ચાલુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં બંગાળની સૌથી લોકપ્રિય અને હાઇપ્રોફાઇલ બેઠક નંદીગ્રામ હતી, જેના પર સૌની નજર હતી, કારણ કે આ બેઠક પરથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઇએ કે, અહી મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી અને તાજેતરમાં ભગવો ઝંડો પકડનારા ભાજપનાં ઉમેદવાર શુભેન્દુ અધિકારી વચ્ચે જંગ હતી.

પ.બંગાળ મત ગણતરી / પ્રશાત કિશોરે ચૂંટણી પંચ પર લગાવ્યો આક્ષેપ, કહ્યુ- જો તે પક્ષપાત ન કરતુ તો…

આપને જણાવી દઇએ કે, શરૂઆતથી જ નંદીગ્રામથી ભાજપનાં ઉમેદવાર શુભેન્દુ અધિકારી મમતા બેનર્જી કરતા આગળ ચાલી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક તબક્કામાં મમત બેનર્જી લીડ લેવામાં સફળ રહી હતી. બંને વચ્ચેની સ્પર્ધા એકદમ રસપ્રદ બની હતી. ક્યારેક મમતા આગળ હતા, તો ક્યારેક શુભેન્દુ અધિકારી આગળ હતા. જો કે અંતે, મમતા બેનર્જીએ આ બેઠક પર જીત મેળવી લીધી છે. અંતિમ રાઉન્ડ પૂરો થયા બાદ તે લગભગ 1200 મતે જીતી ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં એક સમયે ભાજપનાં ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી 6 મતોથી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ કેટલાક વધુ ઇવીએમનાં મતોની ગણતરી બાદ મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીને 1200 મતોનાં અંતરે હરાવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, નંદિગ્રામ શુભેન્દુ અધિકાર પરિવારનો ગઢ માનવામાં આવે છે પરંતુ મમતા બેનર્જીએ અહીં તેમના જ કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો છે.

પ.બંગાળ મત ગણતરી / અખિલેશ યાદવ બાદ કેજરીવાલે પણ મમતા બેનર્જીને પાઠવ્યા અભિનંદન

ઉલ્લેખનીય છે કે, 2016 નાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બીજા ચાર રાજ્યોનાં પરિણામોની સાથે 19 મે 2016 નાં રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીની આગેવાનીવાળી એઆઈટીસી એ ત્યારે 211 બેઠકો જીતી લીધી હતી અને આ બહુમતી સાથે ફરીથી ચૂંટાઇ આવી હતી. આ સિવાય, તૃણમૂલ કોંગ્રેસમાં વર્ષ 1962 માં કોઈ પણ સાથી/ઘટકદળ વગર જીત મેળવનાર પ્રથમ શાસક પક્ષ બન્યો હતો. 2016 ની ચૂંટણીમાં લેફ્ટ અને કોંગ્રેસની બેઠકો મર્જ કરવામા આવે, તો પછી આંકડો 70 પર પહોંચી ગયો હતો.