Not Set/ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની વરણી

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની  વરણી કરી છે.  નોધનીય છે કે  સોમવારે જારી કરવામાં આવેલ એક સત્તાવાર નિવેદનમાં, ભારતીય ચૂંટણી પંચે ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદને ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક આપી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ […]

Gujarat

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની  વરણી કરી છે.  નોધનીય છે કે  સોમવારે જારી કરવામાં આવેલ એક સત્તાવાર નિવેદનમાં, ભારતીય ચૂંટણી પંચે ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદને ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક આપી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ટ્રાઈબલ વિભાગના સચિવ તરીકેનું વધારાનું કામકાજ હવે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ સંભાળશે.